________________
શ્રીમદના જીવનસિદ્ધિ " નિગ્રંથ મુનિને સર્વ ભાવ એટલે કે મેહ, રાગ, દ્વેષ વગેરે કષાયભાવ – પરભાવ પ્રત્યે ઉદાસીનતા હોય છે. સંસારવર્ધક ભાવથી તે પર રહેવા ઈચ્છે છે, તેથી તે પ્રત્યે મુનિ ઉદાસીનતા ધારણ કરે છે.
“ઉદાસીનતા” અહીં વિશિષ્ટ અર્થ બતાવે છે. સંસાર ઉપરને મેહ કે પ્રીતિ ઓછાં થવા માંડે ત્યારથી શરૂ કરીને સંપૂર્ણપણે મેહનો નાશ થાય ત્યાં સુધીની જીવની અવસ્થાના મુખ્યત્વે ત્રણ ભાગ પાડેલા છે: ૧. વિરાગ્ય, ૨. ઉદાસીનતા અને ૩. વીતરાગતા.
વૈરાગ્ય – સંસાર પરના મેહનો અભાવ થવા માંડે ત્યારે શરૂઆતમાં સંસાર પ્રત્યે અરુચિ જન્મે છે, પછી અનાસક્તિ આવે છે, અને પછી ઉપેક્ષા થાય છે; આ દશાને વૈરાગ્ય કહે છે. વૈરાગ્યમાં અશુભ વૃત્તિઓનો નાશ અને શુભ વૃત્તિઓનો વધારો થાય છે, કારણ કે તે વખતે કષાયને ઉપશમ થાય છે. જીવમાં પહેલે ગુણસ્થાને વૈરાગ્યની શરૂઆત થાય છે. તે તીવ્ર બનતાં એથે ગુણસ્થાને ઉદાસીનતામાં પરિણમે છે. - ઉદાસીનતા – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી શુભ કર્મના ઉદયથી સુખસાધને પ્રાપ્ત થાય છે તેનાથી હર્ષ ન થાય અને અશુભ કર્મના ઉદયથી દુઃખદાયક સંગો મળે તો તેનાથી શેક ન થાય, અર્થાત્ કોઈ પણ દશામાં વિષમભાવ ન થતાં આત્મા સમભાવી જ રહે, એક જ સરખી વૃત્તિથી બંનેને વેદે તે ઉદાસીનતા. આ દશામાં કષાયોને ઉપશમ અને ક્ષય હોવાથી, સુખદુઃખ સમભાવે વેદાતા હોવાથી, બંને પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. વિરાગ્યદશાની જેમ શુંભની વૃદ્ધિ કે અશુભને ક્ષય તે દશામાં થતાં નથી, કારણ કે બંને ભાવો તરફ તે ઉદાસીન હોય છે. આમ ઉદાસીનતા એ આત્માને ગુણ છે. કેટલાક ઉદાસીનતાને દુઃખની સ્થિતિમાં ઉદ્દભવતી મનની નબળાઈ તરીકે ગણાવે છે તે અયોગ્ય છે. ઉદાસીનતા અને દીનતામાં ઘણો તફાવત છે. દીનતા લાચારીમાંથી પ્રગટે છે, ઉદાસીનતા આત્માના સામર્થ્યમાંથી પ્રગટે છે.
ઉદાસીનતામાં અશુભ અને શુભ કર્મની નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી સરાગ સંયમ હોય છે, ત્યાં સુધી સમ્મચારિત્ર સંપૂર્ણ પણે પાળી શકાતું નથી, અને કેટલીક શુભ વૃત્તિએ ઉદયમાં આવી જતાં પુણ્યાનુબંધી પુણ્યનાં – તીર્થકરગોત્ર જેવાં – કર્મો બંધાય છે.
વીતરાગતા – કષાય – રાગદ્વેષને સંપૂર્ણ અભાવ તે વીતરાગતા. ૮માથી ૧૨માં ગુણસ્થાન સુધીમાં અખંડ ઉપગ અને આત્મસ્થિરતાને લીધે પુણ્યાનુબંધી પુણ્યનો પણ અભાવ હોય છે, ત્યાં માત્ર કમની નિર્જરા જ હોય છે, તેથી તે વીતરાગદશા કહેવાય છે. ચાર ઘાતી કર્મનો સર્વથા અભાવ જેને હોય તે સંપૂર્ણ વિતરાગ છે.
આમ ઉદાસીનતા એ વૈરાગ્ય પછીની દશા છે. વૈરાગ્યથી નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે, તમાં ઉદાસીનતા આવે છે અને તે ઉત્કૃષ્ટ બનતાં તે વીતરાગતા રૂપે પરિણમે છે. આથી અહીં નિર્ચથપણામાં ઉદાસીન થવાનું જણાવ્યું છે. શ્રીમદે તેમના એક કાવ્યમાં પણ ઉદાસીનતા વિશે લખ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org