________________
३२८
શ્રી મદની જીવનસિદ્ધિ ચારિત્રમોહ– હિંસા આદિ વ્યાપારનો સર્વથા ત્યાગ કરવો તેમ જ અહિંસા આદિનું સંપૂર્ણ પાલન કરવું તે સમ્યક ચારિત્ર. તેને આવરણ કરનારું કર્મ તે ચારિત્રમોહનીય. તેના બે ભેદ છે : કષાય અને નોકવાય. કષ = સંસાર, આય = લાભ, જેનાથી સંસારલાભ થાય તે કષાય. આ કષાય ૪ પ્રકારના છેઃ કોઇ, માન, માયા અને લોભ તે પ્રત્યેકના ૪ ભેદ છેઃ અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન. આમ કષાયના કુલ ૧૬ પ્રકાર થાય. નોકષાય ૯ છેઃ હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા, અને સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ મળી ૯ નોકષાય છે. કષાયની સાથે રહી તેને ઉદ્દીપન કરતા હોવાથી તે નોકષાય કહેવાય છે.
આત્મસ્વરૂપને આવરણ કરે તે દર્શનમોહ અને આત્મચારિત્રને આવરે તે ચારિત્રમેહ, આત્મસ્વરૂપને આવરણ કરનાર દર્શન મેહનો નાશ થાય ત્યારે સ્વસ્વરૂપે પ્રગટ થાય. તેને નાશ થવાથી અનુભવબોધ ઊપજે છે. આ કડીની પહેલી પંક્તિમાં શ્રીમદ્દ લખે છે કે,
દશનમેહ વ્યતીત થઈ ઊપ બધ જે તે પરથી જણાય છે કે તેમને ર દાન થયું હતું. દ નમહ વ્યતીત થયે એટલે કે નાશ થયે, અર્થાત “ સમ્યગ્દર્શન થયું.” દર્શનમેહના નાશથી સમ્યગ્દર્શન થાય તે જિનેક્ત સિદ્ધાંત છે. પણ અહીં તે વાત સર્વસામાન્ય વ્યક્તિ માટે વપરાયેલ નથી, પણ પોતાને અનુલક્ષીને છે. તે આપણે “ઊપજ્યો” શબ્દ પરથી જાણી શકીએ છીએ. તે વિશે શ્રી નગીનદાસ શેઠ લખે છે કે –
* જે સામાન્ય રીતે લખ્યું હોય તે “ઊપ અને બદલે “ઊપજે” એમ લખત. વળી ત્રીજી લીટીમાં “વિલોકિ” શબ્દ પણ એ જ વાત સૂચવે છે કે તેમનું ચારિત્ર ઘણું નિર્મળ થતું જાય છે અથવા થઈ ગયું છે એમ તેઓ પોતે જોઈ શકે છે, અને તે જોઈ શકવાનું કારણ એ કે તેમનામાં શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન સદા નિરંતર વર્તતું હતું.”
સમ્યગ્દર્શનને આવરણ કરનારુ દર્શનમહ કર્મ નાશ પામવાથી એવો બોધ ઉત્પન્ન થયો કે આત્મા દેહથી ભિન્ન છે અને તે ચૈતન્ય તથા જ્ઞાનમય છે. સમ્યગ્દશીને તે બધા વર્તનમાં ઊતરે જ. જેને આવું અનુભવસ્વરૂપ જ્ઞાન હોય નહિ તેને શુષ્કાની થવાના સંભવ વિશેષ. સમ્યગ્દર્શન અર્થાત્ “દેહ ભિન્ન કેવળ ચિતન્યનું જ્ઞાન” થાય ત્યારે દહાદિ પદાર્થો બંધનરૂપ, ભવભ્રમણ કરાવનાર જીવને લાગે છે. તેથી તેનાથી છૂટવા, ચારિત્ર ગ્રહણ કરવાનું લક્ષ તેને બંધાય છે, શુદ્ધ આત્મસ્વરૂપ પામવાની તેની ઈચ્છા પ્રબળ બને છે, અને એ ઈચ્છા પૂરી કરવાના હેતુથી જ તેની પ્રત્યેક પ્રવૃત્તિ થતી હોય છે. પરિણામે તેના ચારિત્રની વધતી વિશદ્ધતા તથા ચારિત્રમેહનીયન વિશેષપણે ક્ષય જેવાય છે. આ કડીની ૪ થી પંક્તિમાં તે કારણ શ્રીમદે સ્પષ્ટપણે બતાવ્યું છે : “વ એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.”
દર્શનમોહનો નાશ થવાથી આત્મસ્વરૂપનાં દર્શન કર્યા પછી જીવને શુદ્ધતમ આત્મસ્વરૂપ પ્રગટાવવાનું જ એક લક્ષ રહે છે. તેથી તે સ્વરૂપ પ્રગટે, ભવભ્રમણ જાય તેવી જ પ્રવૃત્તિ તેનાથી થાય છે. કર્મના ઉદયને લીધે જે કંઈ કાર્ય તે કરે તેમાં આસક્તિ ન હોય. આથી ચારિત્રમેહનીયને પણ ક્ષય થાય. આ ક્ષય થયા પછી મેહનો ઉદય ફરીથી ન આવે તે જણાવવા શ્રીમદે “પ્રક્ષીણ” શબ્દ બહુ યેાગ્યતાથી છે.
૧૮. “પરમપદ-પ્રાપ્તિની ભાવના', આવૃત્તિ ૧, પૃ. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org