________________
૩૨૬
શ્રીમની જીવનસિદ્ધિ
સાધક જ્યારે નિગ્રથતાની સાધના કરતા હોય, ત્યારે બીજા બહારનાં સંબંધીજનની કે પદાર્થોની વળગણ ઓછી થાય છે. પરંતુ પછીથી દેહની વળગણુય ઘટાડવાનો પ્રબળ પુરુષાર્થ કરવાનો રહે છે, કારણ કે દૂરના બંધન કરતાં પાસેનું બંધન હમેશાં જટિલ હોય છે. દેહની મૂછ ટળશે તે શરીરમાં કાર્ય કરી રહેલાં અંતરગ કારણે જેવાં કે પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત એ પણ ટળશે જ, કારણ કે આત્માના વૈભાવિક રસથી જ એ બધાં જન્મ્યાં છે, ને નભ્યાં છે. આ રીતે જીવનની પરાકાષ્ટારૂપ આત્મસિદ્ધિ માટે અમૂર્ણ દશાની મારી આ ક૯પના છે”૧૨
નિર્ચ થપણાનાં લક્ષણ બતાવતી આ કડી પર “ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯ મા અધ્યયનના બીજા ફકરાની તથા “દશવૈકાલિકસૂત્ર” છઠ્ઠું અધ્યયનની ૨૦-૨૧ એ બે ગાથાની છાયા પડી હોય તે સંભવિત છે. જુઓ –
“निवअॅण दिव्वमाणुमतेरिच्छिअसु कामभोगेसु निवेयं हव्वमाराच्छइ । सम्यविसअसु विरज्जइ । सम्वविसओसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ ।
आरंभपरिच्चायं करेमाणे संसारमग्गे।। વાછરડું સિદ્ધિમ' પદવને ૫ મારૂ !” ૧૩ "ज पि वत्थ व पाय वा कंबलं पायपुच्छण ।
तं पि संजमटजटो धारैति परिहरति य ||" "न सो परिग्गहो वतो णायपुत्तेण ताइणा ।
કુછ વરાહ કુત્તો ફુ યુત્ત સિMI || ” ૧૪ ઉત્તરાધ્યયન” અને “દશવૈકાલિક” એ બંને સૂત્રની ઉપરની ગાથાઓમાં મુનિ દેહ, પરિગ્રહ આદિના સંયમાથે કઈ રીતે ઉપયોગ કરે છે તે બતાવ્યું છે. મુનિ અસંગપણે રહે છે, મૂચ્છભાવ કરતા નથી વગેરે લક્ષણે અહીં બતાવાયાં છે, જે આપણે “ અપૂર્વ અવસર”ની બીજી કડીમાં જોઈ શકીએ છીએ. સંપૂર્ણ અસંગપણ પ્રાપ્ત કરવાની ભાવના શ્રીમદે એ કડીમાં ભાવી છે.
૧૨. “સિદ્ધિ સોપાન', પૃ. ૭. ૧૩. “ ઉત્તરા ધ્યયન ', પૃ. ૨૪૯; અથ: નિવેદથી દેવ, મનુષ્ય અને તિયચ સંબંધી કામભાગીથી
વિરક્ત થાય છે, બધા વિષયથી વિરક્તિ થાય છે. બધા વિષયથી વિરક્ત થઈ આરંભ પરિગ્રહનો ત્યાગ કરે છે. આભપરિગ્રહનો ત્યાગ કર્યા પછી સરસારમાગનો ત્યાગ કરી મોક્ષમાર્ગ ગ્રહણ કરે છે. દશવૈકાલિક ”, અધ્ય. ૬, ગાથા ૨૦–૨૧, પૃ. ૮૭; અર્થ : “જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, રજોહરણ ઇત્યાદિ જે સંયમી પુરુષે સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહને માટે ધારણ કરે છે કે પહેરે તને જગતના જીના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તેમાં સંધમધમ બતાવ્યો છે. પરંતુ તે વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુ પર જે મચ્છઆસક્તિ હોય તો જ તે પરિગ્રહ છે એમ તે ઋષિધરે ફરમાવ્યું છે.” – શ્રી સંતબાલજીએ કરેલા અનુવાદમાંથી, “દશવૈકાલિકસૂત્ર, ” પૃ. ૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org