________________
૩૨૭
૬. અપૂવ અવસર
શ્રીમદે પોતાના આ જાતના ભાવ અન્ય લખાણમાં પણ કેટલીક જગ્યાએ વ્યક્ત કર્યા છે. તે સવ જેવા તે અહીં શક્ય નથી, પણ પરિગ્રહ અને સુખ વિશેના તેમના વિચારો જણાવતાં નીચેના વચને જુઓ –
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટે. ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.”૧૫
આ પ્રમાણે નિર્ચથપણાનાં લક્ષણો બતાવ્યા પછી શ્રીમદે સમ્યગ્દર્શનનું સ્વરૂપ ત્રીજી કડીમાં દર્શાવ્યું છે.
સમ્યગ્દશન – શ્રીમદને પિતાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હતી, તેનો ઉલ્લેખ ત્રીજી કડીમાં મળે છે –
“ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજો બેધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે,
વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.અપૂર્વ. ૩ આત્મા અને દેહ બંને જુદા છે તથા આત્મા માત્ર ચૈતન્યમય તથા જ્ઞાનમય છે એવો બે દર્શન મેહનીય કર્મના નાશથી પ્રાપ્ત થયેલ છે. તે જ્ઞાન દ્વારા ચારિત્રમેહનીય કર્મ પણ ક્ષીણ થતું દેખાય છે. પણ પોતાને જે શુદ્ધ સ્વરૂપને બંધ થ છે, તે શુદ્ધ સ્વરૂપમાં જ રહેવાનું બને એવી અપૂર્વ અવસર ક્યારે આવશે ? – એ વિચાર શ્રીમદે અહીં મૂક્યો છે.
દશમેહ એ મેહનીય કર્મને એક પ્રકાર છે. કમ અનંત પ્રકારનાં છે. તેમાં આઠ પ્રકારનાં કર્મ મુખ્ય છે. એ આઠ કર્મમાં સૌથી પ્રબળ, સત્તાધારી કર્મ તે મેહનીય છે. મોહનીયના બે ભેદ છેદર્શનમોહ અને ચારિત્રમેહ. આ મેહનીય કર્મને શાસ્ત્રકારો મદિરા સમાન ગણાવે છે.૧૬
નશાહ નવતવ - જીવ. અજીવ, પથ્ય. પાપ. આશ્રવ, સંવર, નિજ અને મેક્ષ – ની જિનેશ્વર ભગવાને જે પ્રમાણે પ્રરૂપણ કરી છે તે જ પ્રમાણે તેને યથાર્થ માનવાં, તેમાં અચળ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન. આત્માના આ દર્શનને આવરણ કરનાર કર્મ તે દર્શનમોહનીય. તેની ત્રણ પ્રકૃતિ છેઃ સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય.૧ ૭
૧૫. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૨૦, આંક ૮૩૦. ૧૬. ૧૭. “ કમFગ્રંથ પ્રકારણ” ૧, ગાથા ૧૩–૧૪, પૃ. ૨૬-૨૭.
રા, બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org