________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૯
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” ૧૧૩ અહીં પોતાના સ્વભાવમાં અખંડ સ્થિરતાને કેવળજ્ઞાન જણાવ્યું છે. અને તે પ્રત્યેક મુમુક્ષુ જીવનું લક્ષ પણ છે, અહીં સુધી શ્રીમદે કરેલી રચના વિશે શ્રી કાનજીસ્વામી
શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે, એવી રીતે સંક્ષેપમાં સાચું તવ જાહેર કર્યું છે. ”૭૨
શિષ્યને પ્રશ્ન થયો હતો કે અનાદિકાળથી જીવ કર્મ કરતે આવ્યો છે, તે તે બધાં કર્મની નિવૃત્તિ કઈ રીતે થાય ? તેના ઉત્તરમાં ગુરુ તેને જણાવે છે કે –
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ”૧૧૪ કરોડ વર્ષે ચાલતું સ્વપ્ન આવતું હોય તે જાગ્રતાવસ્થા થતાં લય પામી જાય છે, તેમ અનાદિકાળથી વિભાવમાં વર્તતા જીવનું અજ્ઞાન, જ્ઞાન થતાં તરત જ નાશ પામી જાય છે. આ જ ભાવ દર્શાવતો “ અધ્યાત્મસાર ” ને લેક છે કે –
“ यथा स्वप्नावबुद्धोऽर्थो विबुद्धेन न दृश्यते ।
व्यवहारमतः सर्गो ज्ञानिना न तथेक्ष्यते ॥ ॥७३ જેમ સ્વપ્નમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતું નથી, તેમ જ્ઞાની વડે વ્યવહાર માનેલો સર્ગ દેખાતો નથી.
શિખે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી ગુરુ ત્રણ દોહરામાં મેક્ષમાર્ગનું સ્વરૂપ તથા શુદ્ધ આત્મસ્વરૂપ સંક્ષેપમાં જણાવે છે. તેને આપણે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ના નિચોડરૂપે ગણું શકીએ—
“છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” ૧૧૫ એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વપ.” ૧૧૬ “શુદ્ધ બુદ્ધ ચિતન્યઘન, સ્વયોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું કર વિચાર તે પાસ - ૧ ૭૨. “આત્મસિદ્ધિ” પરનાં પ્રવચનો, પૃ. ૩૪૦.' ૭૩. “અધ્યાત્મસાર ”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૨૮.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org