________________
૬. અપૂર્વ અવસર
૩૧૯ (૫) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ – અહીં અપાશે વિરતિ ઉત્પન્ન થાય છે, તેથી દેશવિરતિ કહેવાય છે. એક પચ્ચખાણથી માંડીને બાર વ્રત અને શ્રાવકની ૧૧ પ્રતિમા સુધીમાંનું જેટલું પાળી શકે તેટલું આદરે. અહીં ઈરછા અ૯પ હોય. તે જીવ અપારંભી, અપરિગ્રહી, સુશીલ, ધર્મિષ્ઠ, ઉદાસીન, વૈરાગ્યવંત હોય.
(૬) પ્રમત્તસયત – વૈરાગ્યમાં જીવ વધુ દઢ બનતાં સવવિરતિ ગ્રહણ કરે છે. તેની ત્યાગવૃત્તિ ઉદય પામે છે. તેને પૂર્વાધ્યાસથી થતી ભૂલોને પશ્ચાત્તાપ થાય છે. અહીં સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નવ તત્ત્વને જાણે છે, ૧૭ ભેદે સંયમ પાળે છે, ૧૨ ભેદે તપશ્ચર્યા કરે છે. પણ અપ્રમાદી રહેવાની ઈચ્છા છતાં ક્યારેક તેને પ્રમાદ આવતા હોવાથી આ ભૂમિકાને “પ્રમત્તસંયત ગુણસ્થાન” કહેવાય છે.
(૭) અપ્રમત્તસંવત – અહીં જીવ પ્રમાદનો ત્યાગ કરે છે. બીજી બાજુ પૂર્વવાસનાઓ પિતા તરફ ખેંચે છે, તેથી જીવ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાયા કરે છે.
(૮) અપૂવકરણ – આમાં પૂર્વે કદી નહીં અનુભવેલે એ આત્મશુદ્ધિનો અનુભવ થાય છે. સાધક બાદર કષાયથી નિવર્યો છે. આ ગુણસ્થાને સ્પષ્ટ બે શ્રેણી પડી જાય છે ? ઉપશમણું અને ક્ષપકશ્રેણી. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીની ભૂમિકા ફક્ત એકાગ્ર ચિત્તની વિચારધારા નિરૂપે છે, તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની હોય છે. અને બારમે ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી સાધકની સાધના ચડતી પડતી પામ્યા કરે છે.
ઉપશમશ્રેણીવાળે સાધક મહનીય કમની પ્રકૃતિના દળને ઉપશમાવત (દબાવતો) ક્રમે ક્રમે ૧૧માં ગુણસ્થાન સુધી પહોંચે છે, પણ ત્યાં કર્મનું જોર વધતાં તેનું પતન અવશ્ય થાય છે. ક્યારેક તે પડતાં પડતાં છછું ગુણસ્થાને તે ક્યારેક એથે ગુણસ્થાને અટકે છે, તે વળી કયારેક તે છેક પહેલે ગુણસ્થાને ઊતરી જાય છે. ત્યાંથી તેને ફરી ચડવાનું રહે છે. ક્ષપકશ્રેણું માંડતે સાધક મેહનીય કર્મની પ્રકૃતિના દળને મૂળમાંથી ક્ષય કરતે કરતે મે તથા ૧૦મે ગુણસ્થાને થઈ સીધે ૧૨મે ગુણસ્થાને પહોંચે છે. તે વચલા ૧૧મા (ઉપક્ષાંતમ) ગુણસ્થાનને સ્પર્શતા જ નથી, તેથી તેના પતનને અવકાશ રહેતું નથી.
(૯) અનિવૃત્તિ બાદર – મેહનીય કર્મના શેષ રહેલા અંશેનો ઉપશમ કે ક્ષય અહીંથી ચાલુ થાય છે. માયા ભાવ અહીં છૂટે છે.
(૧૦) સુક્ષ્મપરાય – અહીં ભા કરતાં વિશુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. નિર્મોહી પાસે, નિરભિલાષા, અવિભ્રમ વગેરેનો આ સ્થાનમાં વિકાસ થાય છે.
(૧૧) ઉપશાંત મેહનીય – ઉપશમશ્રણ માંડેલા સાધક માટે જ આ ગુણસ્થાન છે. મેહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે. અને ત્યાંથી આત્માને વિકાસ અટકે છે, અને જીવનું અવશ્ય પતન થવાથી તે નીચેના ગુણસ્થાને ઊતરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org