________________
૬. અપૂર્વ અવસર
૩૨૧ અહી એ વિચાર આવે કે શું આપણે અત્યાર સુધીમાં કઈ જન્મમાં મુનિપણું નહિ પાયું હોય ? શાસ્ત્રકારો કહે છે કે અત્યાર સુધીમાં અનેક વાર નિગ્રંથપણું ગ્રહણ કર્યું છે, પણ તે માત્ર બહિરાત્મભાવથી. એટલે તે સફળ ન થયું.
આત્માના ત્રણ પ્રકાર કહેલા છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મભાવ એટલે આત્માનો પોતાના સિવાયની અન્ય સર્વ વસ્તુ માટે ભાવ. અન્ય સર્વ વસ્તુ એટલે દેહ, કુટુંબ, લક્ષ્મી, પ્રભુતા વગેરે. તેમાં સ્વબુદ્ધિ કરનાર એવો જીવ તે બહિરાત્મા. આત્મા શરીરાદિથી ભિન્ન છે, એવી પ્રતીતિ થાય, અન્ય તરફને મેહ ટળી જાય અને પિતાના તરફ રુચિ થાય તે અંતરાત્મા. પરમ વિશુદ્ધ વીતરાગદશા જેનામાં હોય તે પરમાત્મા. કેવળજ્ઞાનસ્વરૂપ વિશુદ્ધ આત્મા તે પરમાત્મા. એમ કહી શકાય કે આત્માના આ ત્રણ પ્રકાર એ ખરી રીતે, વિકાસની દૃષ્ટિએ, એક જ આત્માની એક એકથી ચડિયાતી ત્રણ ભૂમિકાઓ છે.
અત્યાર સુધીમાં જીવે વ્રત, તપ કે સાધુપણું પાળ્યું છે તે માત્ર બહિરાત્મભાવથી. તેની પાછળ કંઈને કંઈ ભૌતિક સુખ મેળવવાનો કે સંપત્તિ – કીતિ મેળવવા જેવો અન્ય કઈ એ જ આશય હતો. અત્યાર સુધીમાં જીવે શું શું કર્યું છે, તે શ્રીમદ્દે તેમના
યમ નિયમ” નામના કાવ્યમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. બધું જ કર્યું, પણ તે માત્ર બહિરાત્મભાવથી, તેથી તે પરમાર્થમાર્ગની પ્રાપ્તિરૂપે ન ફળ્યું, તે તેમાં સારી રીતે સમજાવ્યું છે.
અહીં શ્રીમદે બાહ્યથી નિગ્રંથ થવાનું કહ્યું છે એટલે બહિરાત્મભાવથી થવાનું કહ્યું છે તેમ નથી. બાહ્યથી એટલે બાહ્ય વેશથી, ગૃહસ્થપણું છોડી મુનિવેશ ધારણ કરવાનો છે. અંતરથી નિગ્રંથ થવું એટલે રાગદ્વેષરહિત થવું. ગમે તેવા સંજોગો હોય, બધા માન આપતા હોય, અનેક જાતની લબ્ધિઓ પ્રગટી હોય, છતાં તે વિશે જરા પણ માનભાવ ન આણ; તેમ જ ગમે તેટલી અશાતાનો ઉદય હોય, ગમે તેટલા ઉપસર્ગો ને પરિષહ સહન કરવા પડતા હોય કે નિંદા-અપમાન થતાં હોય છતાં એનું નિમિત્ત બનનાર પ્રત્યે લેશ પણ છેષભાવ ન આવે, સારી કે દુઃખકારી બંને સ્થિતિમાં સમભાવ રહે તે આંતરિક નિગ્રંથપણું. આમ બાહ્ય તેમ જ આંતરવૃત્તિથી નિગ્રંથ થવાની ભાવના અહી વ્યક્ત કરાઈ છે. આવા નિર્ચથ કઈ રીતે થવાનું છે ? સાધક કવિ પોતે જ જવાબ આપે છે :
સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને.” અપૂર્વ
સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવે રિદ્ધિ, સિદ્ધ, વૈભવ, સત્તા એમ અનેક વસ્તુએને ભોગવટે અનેક વખત કરેલ છે. તેમ છતાં તે વધુ ને વધુ ભોગવવાની-લાલસા રહેતી જોવા મળે છે. ભેગને મેહ જીવને સંસારમાં બાંધી રાખનાર છે. એ જ રીતે સંસારમાં જીવને બાંધી રાખનાર તેનાથી પણ સમર્થ બીજુ બંધન છે, તે અન્ય જીવો – ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org