________________
૨. આત્મસિદ્ધિશાસ્ત્ર
પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયે સરલતાપૂર્વક અને વસ્તપણે જણાવવા. શ્રીમાન હરિભદ્રસૂરિએ પોતાના દર્શન સમુચ્ચય” નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દશનનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનના પ્રતિનિધિ તરીકે નિષ્પક્ષપાત બુદ્ધિ રાખી છે, તેમ શ્રીમાન રાજચંદ્ર પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેના પ્રતિનિધિ તરીકે કામ લીધુ છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકળ ગણાય એવી એક શૈલી રાખી છે કે, કયે અભિપ્રાય કયા ધર્મના છે એમ અગપ્યપણે બતાવ્યું નથી, કેમ કે ચોક્કસ મતને ફલાણે મત છે અને તે અગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને, ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવે, તેથી તેને સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહિ પણ તેને ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે. જુદાં જુદાં દર્શનના અભિપ્રાય આ છ પદમાં આવ્યા છે, પણ તે વાંચતાં વિચારતાં કોઈને ન લાગે કે ગ્રંથકારને ચોક્કસ અભિપ્રાય પ્રત્યે અભાવ છે. દાખલા તરીકે જ્યારે આત્મા નિત્ય નથી એવા વિચારના પ્રતિનિધિ તરીકે દાવો રજૂ કર્યો છે ત્યારે કેઈન પણ કિંચિત્ માત્ર એવી અસર ન થાય કે, તેમાં એક વકીલ તરીકે કઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી છે. આ રીતે જ્યારે તેના નિષેધકર્તા વકીલ તરીકે ઊભા રહ્યા છે ત્યારે તેના તરફની ન્યૂનતા રાખી નથી.”૯
આમ આપણે જોઈ શકીશું કે “આત્મસિદ્ધિ ” એ ખંડનમંડનરહિત, છયે દર્શનના સાર માત્ર ૧૪૨ ગાથામાં સમાવતું એક અપૂર્વ શાસ્ત્ર છે. તેથી જ “આત્મસિદ્ધિશાશ્વન “આપનિષદ ” ગણાવતાં પંડિત સુખલાલજી લખે છે કે –
આત્મસિદ્ધિ વાંચતાં અને તેના અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. ૮૦ મુનિશ્રી લલ્લુજી મહારાજે આપેલો અભિપ્રાય પણ મનનોગ્ય છે. તેમણે કહ્યું છે કે –
“શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા ચોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પવન સાર તેમાં છે. આપણને આપણું યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણું લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તે જ્ઞાનીગમ્ય છે, કોઈ પુરુષના સમાગમે સાંભળીને મનન કરવા ગ્ય છે. પણ જેટલે અર્થ આપણને સમજાય તેટલા સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે ગમે તે ધર્મ માનનાર હાય તેની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તે તેને રુચે તેમ છે.”૮૧ ૬. “આત્મસિદ્ધિ, સંપા. મનસુખભાઈ રવજીભાઈ, પ્રસ્તાવના, ૩. ૨૦. ૮૦. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી", પૃ. ૨૫. ૮૧. “ઉપદેશામૃત, પત્રાવલિ નં. ૧૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org