________________
૩૧ ૦
શ્રીમદની જીવનસિદ્ધિ
જ આત્મસિદ્ધિશાસ્ત્રની મૌલિકતા
આત્મસિદ્ધિ”માં આત્માનાં છ પદ વિશેની શ્રદ્ધા તથા તેના અસ્તિત્વનું નિરૂપણ થયેલું છે. ભારતીય તત્ત્વજ્ઞાનીઓની વિચારણાની દૃષ્ટિએ જોઈએ તો તે પદની સિદ્ધિ એ નવીનતા નથી. “આચારાંગ”, “સૂત્રકૃતાંગ”, “ઉત્તરાધ્યયન ”, “પ્રવચનસાર, “સમયસાર” આદિ પ્રાકૃત માં આત્માનાં છ પદ વિશેના જે વિચારો જુદી જુદી રીતે છૂટાછવાયા મળી આવે છે, તેનું સંકલન જોવા મળે છે. ગણધરવાદમાં જે વિચારનું તશૈલીથી સ્થાપન કરવામાં આવ્યું છે, હરિભદ્રાચાર્ય પિતાના “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કે શ્રીમાન યશોવિજયજીએ પોતાના “અધ્યાત્મસાર”માં જે વિચારને વધારે પષ્ટિ આપી છે, તે સમગ્ર વિચાર “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં એવી રીતે ગૂંથાઈ ગયો છે કે તે વાંચનારને પિતાના પૂર્વાચાર્યોના ગ્રંથનું પરિશીલન કરવા માટેની મુખ્ય ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત “આત્મસિદ્ધિ માં શંકરાચાર્ય, વાસ્યાન, વ્યાસ આદિએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે દલીલ આપી છે, તે પણ અહીં જોવા મળે છે.
આમ વિચારણની દૃષ્ટિએ તો “આત્મસિદ્ધિશાસ્ત્ર” એ અનેક ગ્રંથના વ્યવસ્થિત સંકલન જેવું લાગે છે. તેમ છતાં એ વાંચીએ ત્યારે, પંડિત સુખલાલજી જણાવે છે તેમ –
મન પર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી ન રહે. ”૮ ૨
આત્મસિદ્ધિ વાંચતાં એક પ્રતીતિ તો તરત જ થાય તેમ છે કે શ્રીમદે એ રચના માત્ર શાસ્ત્રો વાંચીને જ નથી કરી, પણ તેથી વિશેષ એક સાચા મુમુક્ષુ તરીકે તેમણે જે આત્મમંથન અનુભવ્યું, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે સાધના કરી અને તપ આચર્યું, તેના પરિણામે જે અનુભવમૌક્તિક તેમને લાગ્યું તથા આત્મસ્વરૂપની જે પ્રતીતિ તેમને થઈ, તેના પરિપાકરૂપે આ રચના થયેલ છે. “કોટિજ્ઞાનીને એક જ અભિપ્રાય હોય છે” એ વચનાનુસાર શ્રીમદને લાધેલો અનુભવ તેમના પૂર્વના આચાર્યોના અનુભવને મળતે હોય તે સ્વાભાવિક છે. જે સત્ય છે તે તે ત્રિકાળ સત્ય જ રહેવાનું છે, આથી આત્માના અસ્તિત્વ આદિ પદોનું જે નિરૂપણ થયેલ છે તે પૂર્વના ગ્રંથોમાં મળી આવે તે યોગ્ય જ છે. પરંતુ એનું જે શૈલીમાં અને જે પ્રકારે “આત્મસિદ્ધિ માં નિરૂપણ થયેલ છે તે જ તેની વિશેષતા છે. આત્મસિદ્ધિ જેવી ૧૪૨ દોહરાની નાની કૃતિમાં આત્માને લગતું આવશ્યક રહસ્ય દર્શાવી આપ્યું છે તે કઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ કૃતિ વિશે પંડિત સુખલાલજી ચોગ્ય જ લખે છે કે –
“માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય તાણી કે ખેચી અર્થ ન કાઢવા પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જતાં અને તેની પૂર્વવતી જન૮૨. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org