________________
શ્રમની જીવનસિદ્ધિ જનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આતમા છે, પ્રત્યેક જુદા છે, જ્ઞાનદશનાદિ ચેતનરૂપ, નિત્ય અને પરિણામી, પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશ વશરીર અવગાહવતી માન્ય છે.”૭૮
આ આત્મા કઈ અપેક્ષાથી કેવો છે તેનું નિરૂપણ શ્રીમદે “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં કરેલ છે. આ સ્યાદ્વાદશૈલીને લીધે તેમાં સર્વ દશનોનો સાર સમાઈ જાય છે. અને આખી “આત્મસિદ્ધિ જૈન દર્શન અનુસાર રચાઈ છે તેનો પરિચય ઠેકઠેકાણે મળે છે.
શ્રીમદે બતાવેલા મતાથી, આત્માથી, સદ્દગુરુ, શુષ્કજ્ઞાની, ક્રિયાજડ વગેરેનાં લક્ષણો જન દર્શન અનુસાર છે. વળી, સમકિત, શુષ્કજ્ઞાની, મિથ્યાત્વ આદિ શબ્દો પણ જેના પરિભાષાના છે. ટૂંકમાં કહીએ તે જૈન દર્શનમાં બતાવેલ મોક્ષમાર્ગ શ્રીમદે “આત્મસિદ્ધિ”માં બતાવ્યું છે.
૮ આત્મસિદ્ધિ ના સંવાદમાં શ્રીમદ્દ એ પ્રકારની ચેજના કરી છે કે, શિષ્ય પાસે જગતમાં પ્રચલિત હોવા છતાં અસંમત થાય તેવી દલીલ રજૂ કરાવી છે, અને એ અગ્ય લાગતા તેના વિકલ્પે પણ જણાવાયા છે. શિષ્ય એ બધા રજૂ કરી, તે વિશે ગુરુ પાસે માર્ગદર્શન પણ માગે છે. આમ આમાનાં છ પદનું નાસ્તિત્વ સ્વીકારતા મતોનું નિરૂપણ શિષ્ય દ્વારા થયેલું છે.
શિષ્ય રજૂ કરેલા મતે વિશેની યોગ્ય વિચારણું ગુરુ તેના ઉત્તરમાં સમાધાનરૂપે આપે છે. તે સમાધાનમાં શિષ્યની દલીલો કઈ રીતે અગ્ય છે તે ગુરુ સમજાવે છે. એટલે કે આત્માના અસ્તિત્વાદિ છ પદનું નિરૂપણ ગુરુ એ કરેલ સમાધાનમાં આવે છે.
આમ શિષ્ય અને ગુરુના સંવાદથી જગતમાં પ્રવર્તતાં છયે દર્શનનો સાર આવી જાય છે, એટલું જ નહિ, સ્યાદ્વાદશૈલીને લીધે જન દર્શનની ઉત્તમતા પણ બતાવાઈ જાય છે. શિષ્ય કરેલી શંકાના સમાધાનમાં ગુરુ જેન દશનનો અભિપ્રાય રજૂ કરે છે. એટલે
જન એ અનેકાંત દર્શન હોવાથી કોઈ અપેક્ષાએ અન્ય દશનાએ જણાવેલા અભિપ્રાયને સ્વીકારી, બીજી અપેક્ષાએ તેનો નિષેધ કરે છે. આવાં સ્થળોએ જે વસ્તુ આત્મશ્રેય માટે
ગ્ય લાગી તે જ વસ્તુ શ્રીમદે જણાવી છે. કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના પિતાને અભિપ્રાય તેમણે વ્યક્ત કરેલો જણાય છે. તેમના આ નિષ્પક્ષપાતપણા વિશે શ્રી મનસુખભાઈ રવજીભાઈ યોગ્ય જ લખે છે કે –
શ્રીમાન આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુચાવીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન રાજચંદ્ર આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષમ કાળજી રાખી છે કે, કઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયે પોતે ૭૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. પર૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org