________________
રહ
શ્રીમદની જીવનસિદ્ધિ
“અહા! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહે! અહા ! ઉપકાર.” ૧૨૪ “શું પ્રભુ ચરણ કને ધ, આત્માથી સૌ હીન
તે તે પ્રભુએ આપિયા, વતું ચરણાધીન.” ૧૨૫ “આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન,
દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” ૧૨૬ આ ત્રણ દાયરામાં શિષ્ય ગુરુની મહાનતા અને પોતાની પામરતા વ્યક્ત કરે છે. આ પણ “પ્રભુ પ્રત્યે દીનત્વ' જેવી એક ખૂબ જ ભાવવાહી પ્રાર્થના કહી શકાય. શિષ્યને સદ્દગુરુ માટે કેવા ભાવ પ્રગટવા જોઈએ તેને આદર્શ અહીં જોઈ શકાય છે. શિષ્યના આ ભાવ વિશે પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તે –
“એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્દગારો ટાંકી જે સમર્પણભાવ વર્ણવ્યો છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે, તેમ તાત્ત્વિક સિદ્ધિને પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કૃણું થઈ જાય છે અને એ અહંભાવના અનુભવ કરવાની ઊમિ પણ શોકી રોકાતી નથી.”૭૪
શિષ્યને આ અહેભાવ શા કારણથી આવ્ય, ગુરુએ એ કે તેના પર ઉપકાર કર્યો, તે જણાવતે જાહરે છે કે –
સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ
મ્યાન થકી તરવાર વત્ , એ ઉપકાર અમાપ.” ૧૨૭ આત્માનાં છ પદને સમજાવીને, મ્યાનમાંથી તલવાર જુદી કાઢી બતાવીએ તેમ આત્માને દહાદિથી સ્પષ્ટ જુદો બતાવ્યા , અમૂલ્ય કહી શકાય તેવા ગુરુને ઉપકાર શિષ્ય પર થવાથી શિષ્ય ઉલ્લાસમાં આવી ઉપરનાં અભાવનાં વચન ઉચ્ચારેલાં છે તેમ જોઈ શકાશે.
આમ ૧૨૭ ગાથા સુધી “આત્મસિદ્ધિશાસ્ત્ર”નું મુખ્ય વક્તવ્ય આવે છે. તેમાં આત્માનાં છ પદની સમજણ અપાયેલી છે.
ઉપસંહાર
૧૨૮ થી ૧૪ર સુધીના ૧૫ દેહરા ઉપસંહારરૂપે રચાયેલા છે. તેમાં શ્રીમદે જણાવ્યું છે કે “આત્મસિદ્ધિ” એ છયે દર્શનના સારરૂપ તથા નિશ્ચય અને વ્યવહાર બંનેના સમન્વયરૂપ છે. તેથી. અહીં જણાવેલ માર્ગ ત્રણે કાળમાં એકરૂપે જ રહેવાના છે. માટે તે માર્ગે જવાની ભલામણ કરી, અંતમાં જ્ઞાનીને વંદન કરી “ આત્મસિદ્ધિ ” પૂર્ણ કરી છે.
૭૪. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org