________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૩૦૩ આમ અંતમાં તેમણે જ્ઞાનીનાં ચરણમાં અગણિત વંદન કરીને કૃતિ પૂર્ણ કરી છે. આ જ્ઞાની કેવા છે? દેહ હોવા છતાં પણ આત્મમય સ્થિતિમાં જે રહે છે તેવા જ્ઞાનીને વંદન કરાયાં છે. અહીં શ્રીમદ્ “સિદ્ધાત્મા ”ને નહિ પણ “સગી કેવળીને વંદન કર્યા છે, તે હેતુપૂર્વક છે. “સિદ્ધ”ની દશા પણ દેહાતીત છે. તેમને બદલે જેમની દહ હોવા છતાં પણું દેહાતીત સ્થિતિ છે તેવા જ્ઞાનીને વંદન કર્યા છે. પૂર્વ કર્મના યોગથી દેહ પ્રાપ્ત થયો છે, પણ વર્તમાન દશાએ તે તેઓ સ્વપ્નમાં લીન છે. આવા જ્ઞાની, મુમુક્ષુ જીવને જ્ઞાનદશા મેળવવા માટે સિદ્ધ કરતાં પણ વિશેષ ઉપકારી છે, કારણ કે તેઓ પ્રત્યક્ષ સદગુરુ છે. અને પ્રત્યક્ષ સદ્દગુરુનું મહત્ત્વ તો તેમણે આરંભમાં જ દર્શાવ્યું છે.
આમ ઉપસંહારમાં પણ શ્રીમદે તત્ત્વના ઘણે બોધ આપ્યો છે. ઉપસંહાર વિશે પડિત સુખલાલજી લખે છે કે –
એને ઉપસંહાર એટલો સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. ”૭૫
પદનને સાર
“આત્મસિદ્ધિ માં શ્રીમદે આત્માનાં છ પદને ગુરુશિષ્યના સંવાદરૂપે સમજાવ્યાં છે તે આપણે જોયું. એ છ પદ વિશે તેમણે લખ્યું છે કે –
ષટ્રસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થન, કહ્યાં જ્ઞાનીએ એહ.” ૪૪ “દર્શન ષટે સમાય છે, આ ષટ્રસ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” ૧૨૮ આમ શ્રીમદના અભિપ્રાય પ્રમાણે મીમાંસા, જૈન, સાંખ્ય, યાયિક, બૌદ્ધ અને ચાર્વાક એ છચે દશનને સાર આત્માના આ છ પદમાં આવી જાય છે. અને “આત્મસિદ્ધિમાં તે છ પદનું નિરૂપણ થયું હોવાથી “આત્મસિદ્ધિ” એ છ દર્શનને સાર છે તેમ કહી શકાય. તે વિશે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
છે જેમાં ષટદશનનો સાર સમાવ્યા છે. અને જેમાં શ્રુતસમુદ્ર. મથી તત્ત્વ-નવનીત જમાવ્યું છે, એવી અનુભવ રસગંગા શ્રીમની આત્મસિદ્ધિ તે આ અવની પરનું સાક્ષાત્ અમૃત છે.”૭૬ ૭૫. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૯. ૭૬. “ શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org