________________
શ્રીમદની જીવનસિદ્ધિ એટલે કે આ શાસ્ત્રનું મનન કરવામાં આવે તે આત્માથી જીવ ઉત્તમ વસ્તુ અને ઉત્તમ ધર્મ પામી શકે તેવું તત્ત્વ “આત્મસિદ્ધિ”માં છે.
ભારતમાં આત્મા વિશેની વિચારણું હજારો વર્ષો પહેલાં શરૂ થયેલ છે. અનેક જ્ઞાનીઓએ એ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તે તેના વિચારોનો સંગ્રહ જુદી જુદી ભાષામાં અને જુદા જુદા ગ્રંથમાં થયેલો છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કરાયેલી આ સાધનાનાં પરિણામેનું નિરૂપણ આ ગ્રંથોમાં થયેલું છે. તે દરેકને એક પ્રયત્ન જોવા મળે છે કે પિતાના વિશેનું અજ્ઞાન નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું.
સગ્યજ્ઞાન મેળવવાના અનેક પ્રયત્નો થયા, અનેક માર્ગો શોધાયા, અને કેઈએ કઈ અંગ છે કે એ કોઈ અંગ પર ભાર મૂક્યો. એમાંથી પંથભેદ જમ્યા, અને તે ટકી દઈ
દૃષ્ટિથી પોષાતાં વાડા બની ગયા. આથી કોઈ એક તવ પર જ ભાર મૂકતી પરંપરાઓ ઊભી થઈ. આવા જુદા જુદા ભેદવાળાં મુખ્ય છ દર્શન અસ્તિત્વમાં આવ્યાં. આ છ દર્શન તે બૌદ્ધ, યાયિક, સાંખ્ય, જન, મીમાંસા, અને ચાર્વાક. એમાં પહેલાં પાંચ આસ્તિક એટલે કે બંધ, મોક્ષ, આત્મા આદિને સ્વીકારનારાં દર્શન છે; ત્યારે ચાર્વાક એ નાસ્તિક દર્શન છે; એ આત્માદિ પદાર્થને સ્વીકારતું નથી.
તૈયાયિકના અભિપ્રાયને ઘણે મળતો આવે એવો અભિપ્રાય વૈશેષિકનો છે. સાંખ્ય જે યોગનો અભિપ્રાય છે; બંને વચ્ચે બહુ ઓછા ભેદ છે તેથી તે સ્વતંત્ર દર્શન ગણાતાં નથી. મીમાંસા દર્શનના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ છે. તે બંનેમાં વિચારને ભેદ વિશેષ છે. પણ મીમાંસા શબ્દથી બંનેનું ઓળખાણ થતું હોવાથી તે બંને સાથે પણ લેવાય છે. પૂર્વમીમાંસાનું “જૈમિની” અને ઉત્તરમીમાંસાનું “વેદાંત” એવાં નામ પ્રચલિત છે.. બોદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છેઃ સૌમાંતિક, માધ્યમિક (શૂન્યવાદી), વિજ્ઞાનવાદી, અને વૈભાષિક. જૈન દર્શનના બે મુખ્ય ભેદ છે: દિગંબર અને તાંબર.
જૈન, બૌદ્ધ, અને ચાર્વાક સિવાયનાં બધાં દર્શન વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે તે વેદાશ્રિત દર્શન છે. તેઓ બધા વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. જન અને બૌદ્ધ વેદાશ્રિત નથી, પણ સ્વતંત્ર દર્શન છે. અને ચાર્વાક તે નાસ્તિક દર્શન છે.
મુખ્ય મુખ્ય પુરુષોએ કરેલી આત્મા વિશેની વિચારણુ આ છ દર્શનના ગ્રંથમાં સમાવેશ પામી જાય છે. તેઓએ આ છ પદ ઉપરાંત કેઈ પણ પદની તવની રીતે વિચારણા કરી નથી. આ બધાં દર્શનનાં શાસ્ત્રો આ છ પદના ખંડન કે મંડન અથે જ રચાયાં છે. અલબત્ત, સૌની સમજાવવાની શિલી જુદી જુદી છે, સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક તર્કો દોડાવ્યા છે, ઢગલાબંધ દલીલો મૂકી છે કે અનુભવવાણું પ્રગટ કરી છે. પણ તે બધાને સાર કાઢવામાં આવે તો તે છ પદની સમજણમાં જ સમાઈ જાય છે. એ રીતે જોતાં આત્માનાં છ પદમાં છ દર્શન સમાઈ જાય છે. “આત્મસિદ્ધિમાં એ છ પદનો વિસ્તાર કરેલો હોવાથી તેને છ દર્શનના સારરૂપ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org