________________
શ્રીમદ્દની જીવનસિદ્ધિ શ્રીમદે રચેલા “મૂળમાર્ગ રહસ્ય”, “પંથે પરમપદ બોલ્યો ” આદિનો નિચોડ અહીં જોવામાં આવે છે. અને સર્વ દર્શનના સારરૂપ મેક્ષમાર્ગ નિષ્પક્ષ રીતે શ્રીમદ અહીં સમજાવ્યો છે. મોક્ષમાર્ગ બતાવતાં પહેલાં ગુરુ શિષ્યને હૈયાધારણ આપ છે કે :
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત
થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત.” ૯૭; અહી ગુરુ શિષ્યને કહે છે કે જેમ પાંચ ઉત્તરથી તને આત્મા વિશેની પ્રતીતિ આવી તેમ સહજ માત્રમાં મોક્ષ-ઉપાયની પણ પ્રતીતિ થશે.
શ્રીમદ – “અહીં સહજ શબ્દના પ્રયોગથી એમ સૂચવે છે કે જેને આત્માના પાંચ પદની યથાર્થ નિશ્ચયતા આવી છે તેને છઠ્ઠા પદની પ્રતીતિ થવી સુલભ છે.”૭૦
શિષ્ય જેવી જિજ્ઞાસુ કઈ પણ વ્યક્તિને પાંચ પદની શ્રદ્ધા થયા પછી, છઠ્ઠા પદની શ્રદ્ધા થવી સુલભ છે, તેમ જણાવી ગુરુ મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. તેની ભૂમિકારૂપે તેઓ જણાવે છે કે –
૧. કર્મના ઉદયથી થતી અવસ્થાને પોતાની જાણવી તે કર્મભાવ છે, ને તે કર્મભાવ જીવનું અજ્ઞાન છે. પોતાના સ્વભાવમાં રહેવારૂપ મેક્ષભાવ તે આત્માનું સાચું રહેઠાણ છે. આથી જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર સત્વર નાશ પામે છે.
૨. જે જે માગે જવાથી કર્મબંધ થાય તે સંસારભ્રમણને રસ્તો છે, અને તેનાથી જેનું છેદન થાય તે મોક્ષને પંથ છે, એટલે કર્મમુક્તિ કરવી તે સાચે માર્ગ છે. આ કર્મબંધ થવાનાં મુખ્ય કારણ કયાં તે જણાવતો દોહરો છે કે –
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.” ૧૦૦ જીવન કમ બંધ થવાનાં મુખ્ય કારણે રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. તે ત્રણેને નાશ કર તે જ મોક્ષને પંથે છે. અહીં સંક્ષેપમાં આ મેક્ષમાર્ગ બતાવ્યો છે. તે પછી રાગદ્વેષ આદિથી કલેશિત આત્માનું સાચું સ્વરૂપ કેવું છે, તે વિશે લખ્યું છે કે :
“આત્મા સતુ ચૈતન્યમય, સભાસ રહિત,
જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત.” ૧૦૧.. આત્માના અસ્તિત્વના વિચાર વખતે તેનાં આ લક્ષણે શ્રીમદે બતાવ્યાં હતા. અને તે લક્ષણવાળે શુદ્ધ આત્મા જે રીતે પમાય તે મોક્ષને પંથ છે એમ શ્રીમદ્ અહીં બતાવ્યું છે. આમ કર્મથી છૂટવું તે જ ક્ષપંથ છે તે શ્રીમદ્ ગુરુમુખે જુદી જુદી રીતે બતાવ્યું છે. તે પછીના પગથિયા રૂપે શ્રીમદ્ કર્મથી છૂટવાને રસ્તો બતાવે છે. અને તે સમજાવવા કર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ કરાવે છે. અને તે પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય,
૭૦. ભેગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ", પૃ. ૨૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org