________________
પ. આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૩
છઠું પદ : મોક્ષને ઉપાય છે.
પાંચ પદની શ્રદ્ધા થયા પછી શિષ્યને છઠ્ઠ પદ સમજવાની તાલાવેલી લાગે છે, તેથી આ પદ સમજવામાં તેને નડતી મુશકેલીઓ તે ગુરુ સમક્ષ રજૂ કરે છે. તેમાં તે વર્તમાન જીવનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ઉલેખ કરી પોતાને આ પદની શ્રદ્ધા થવામાં કેવા કેવા અંતરાય નડે છે તેનો ચિતાર તેણે ગુરુ પાસે રજૂ કર્યો છે, અને વિનયભાવે માર્ગદર્શન માણ્યું છે. શિષ્ય અનંતકાળનાં ભેગાં કરેલાં કર્મોથી કઈ રીતે છુટાય તે વિશે પ્રશ્ન કરતાં
“હાય કદાપિ મોક્ષપદ, નહિ અવિધ ઉપાય;
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?” ૯૨ અને તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા મતમાં કયા મત સાચે તે જ ન સમજાતાં, તે વિશે પોતાને નડતી મુશ્કેલી વિશે શિષ્ય માર્ગદર્શન માગે છે કે –
* અથવા મતદર્શન ઘણાં, કહે ઉપાય અનેક; - તેમાં મત સાચો કયે, બને ન એહ વિવેક,” ૯૩ “કઈ જાતિમાં મિક્ષ છે, કયા વેશમાં મિક્ષ
એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ.” ૯૪ આમ મોક્ષ કઈ રીતે થાય તેને ઉપાય જાણવામાં શિષ્યને ઘણી મુશ્કેલી લાગે છે, તેથી ગુરુને જણાવે છે કે આ બધું જોતાં મોક્ષનો ઉપાય મળે નહિ તેવું લાગે છે. અને તેથી તે કૃપા કરીને સમજાવવા તે ગુરુને વિનવતાં કહે છે કે –
“પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ;
સમજુ' મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્દભાગ્ય.” ૯૬ શિષ્યને મોક્ષના ઉપાય જાણવાની કેટલી તાલાવેલી છે તે આ દોહરામાં જોઈ શકાય છે. ગુરુએ આપેલા પાંચે ઉત્તરથી તે વિશેનું સર્વાગપૂર્ણ સમાધાન શિષ્યને થયું છે. અને છઠ્ઠા પદ વિશે જાણવાની તેની તાલાવેલી વધી ગઈ છે. આથી શિષ્ય પિતાને થતી શંકા ૯૨ થી ૯૬ સુધીના પ દોહરામાં રજૂ કરે છે.
આત્મા વિશે જુદાં જુદાં દશન જિનથી જુ અભિપ્રાય દર્શાવે છે. તેથી મેક્ષના ઉપાય વિશે પણ એમનો મત જુદે હોય તે સ્વાભાવિક છે. આ બધાં દર્શન તથા મતના ગૂંચવાડા કેવા થાય છે તે શિષ્યની શંકા દ્વારા શ્રીમદ્દે બતાવ્યું છે. અને તે બધામાં સાચું શું, તે ગુરુએ કરેલા સમાધાનરૂપે શ્રીમદ્દે જણાવ્યું છે. મોક્ષનો ઉપાય સમજાવવા માટે સૌથી વધુ જગ્યા “આત્મસિદ્ધિ”માં રોકાઈ છે. તે માટે ૨૨ દોહરા રચાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org