________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૯૧ જગતમાં દેખાતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે કર્મની વિચિત્રતા છે, તે શ્રીમદ્ મોક્ષમાળા”ના ત્રીજા પાઠ “કર્મના ચમત્કારમાં બતાવ્યું છે, તે આત્માનું ભોક્તાપાનું બતાવે છે. એ જ વસ્તુ શ્રીમદે ખૂબ જ સંક્ષેપમાં ઉપરના દેહરામાં બતાવી છે. તેથી જ શ્રીમદ્ કહે છે કે –
ફળદાતા ઈશ્વરતણી, એમાં , નથી જરૂર
કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.” ૮૫ કર્મનું ભક્તાપણું જાણવામાં ઈશ્વરને વચ્ચે લાવવાની કશી જ જરૂર નથી, તે શ્રીમદે અહીં ગુરુના મુખે, ખૂબ જ સ્પષ્ટતાથી બતાવ્યું છે. અને કર્મશાસ્ત્રની સર્વ ગહનતા તેમણે ખૂબ સંક્ષેપમાં જણાવી છે, તે જણાવતો દોહરે રચ્યો છે કે –
તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૮૬ આ ગહનતા કેવી છે તે જણાવતાં શ્રીમદે લખ્યું છે કે :
આ વાત ઘણી ગહન છે. કેમ કે અચિંત્ય એવું જીવવી, અચિંત્ય એવું પુદગલસામર્થ્ય, એના સંગવિશેષથી લોકમાં પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણે વિસ્તાર કહેવા જોઈએ. પણ અત્રે તે મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનું હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે.”૬૬
આ જોતાં ખ્યાલ આવી શકશે કે મોક્ષમાર્ગ બતાવવા જેવા મોટા વિષયને, જેને માટે અસંખ્ય શાસ્ત્રો રચાયાં છે, તેને અતિ સંક્ષેપમાં, માત્ર ૧૪ર જેટલા જ દોહરામાં શ્રીમદ્દ સર્વને સમજાય તેવી સરળ ભાષામાં રજૂ કરેલ છે. શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં કહીએ તો અહીં શ્રીમદ્દે –
સમયસાર આદિ ગ્રંથમાં નય આદિના આધારે જે વિસ્તારથી વિવેચન કર્યું છે તેના સારરૂપ અને જીવ ભ્રમમાં ન પડે તેમ ટૂંકામાં જીવના કર્તા, અકર્તા આદિ સ્વભાવનું વિશદ નિરૂપણ કર્યું છે.”૬ ૭
પાંચમું પદ : મોક્ષ છે.
નિત્ય એ આત્મા કર્મ બાંધે છે અને ભોગવે છે. પણ આત્મા તે કર્મના બંધનથી સર્વથા છૂટીને મોક્ષપદ પામી શકે છે તે શિષ્યથી માની શકાતું નથી. તેથી તે પિતાની માન્યતાના સમર્થનમાં, બે દેહરામાં, જણાવે છે કે –
૬૬. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૂ. પ૦૯. ૬૭. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી મારકગ્રંથ', પૃ. ૪૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org