________________
૨૯
. આ મસિદ્ધિશાસ્ત્ર કર્મના કર્તુત્વ–ભેતૃત્વ વિશે શ્રી યશોવિજયજી લખે છે કે –
" तश्चिदानन्दभावस्य भोक्ताssrमा शुद्धनिश्चयात् ।।
अइउद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥"९२ તેથી કરીને શુદ્ધ નિશ્ચયનયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવને ભોક્તા છે, અને અશુદ્ધ નિશ્ચયનયના મતથી કમે કરેલાં સુખદુઃખને ભક્તા છે. અહી જેમ આત્માનું ભક્તાપણું શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનયથી બતાવ્યું છે, તેમ શ્રીમદે કર્મનું કર્તાપણું શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનયથી ૭૮ મા દોહરામાં બતાવ્યું છે.
આમ શ્રીમદ્ જેના દર્શનની સ્યાદ્વાદશૈલીનું મંડન કરી, અન્ય દર્શનોનું ખંડન કોઈ પણ આગ્રહ વિના કરી બતાવ્યું છે. તે વિશે પંડિત સુખલાલજી ચોગ્ય લખે છે કે –
નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકર્તાપણું કાં તે પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આ પથી માને છે. એ માન્યતા સાચી હોય તે મોક્ષને ઉપાય પણ નકામે ઠરે. તેથી શ્રીમદ્ આ આત્માનું કર્મકઝૂંપણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગદ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્મનો કર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વતે ત્યારે કર્મનો કર્તા નથી, ઊલટું એને સ્વરૂપને કર્તા કહી શકાય – એ ન માન્યતા સ્થાપે છે.”૬ ૩
ચાથું પદ : આત્મા ભક્તા છે.
પોતે કરેલાં કર્મનો ભક્ત આત્મા છે એ જણવતું આત્માનું આ શું પદ છે. શિષ્યને આત્મા ભક્તા છે, તે યોગ્ય લાગતું નથી. તેથી આત્માનું ભક્તાપણું ન હોવાને વિશે તે પોતાની દલીલો ગુરુ સમક્ષ ત્રણ દોહરામાં રજૂ કરે છે. અને ગુરુ ૫ દોહરામાં તેનું સમાધાન કરે છે. આમ આત્મા વિશેના ચોથા પદમાં કુલ આઠ દોહરા છે. શિષ્ય શંકા કરે છે કે, જીવને કર્મને કર્તા કહીએ તો પણ ભોક્તા કહી શકાય તેમ નથી, કારણ કે જડ તેવાં કર્મ શું સમજે કે તે ફળ દેવા પરિણામી થાય ? બીજી બાજુ ઈશ્વરને ફળદાતા ગણીએ તે ભક્તાપણું સાધી શકાય, પણ એમ કહેવાથી તો ઈશ્વરનું ઈશ્વરપણું જ લુપ્ત થાય તેમ છે. આમ ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી, એટલે જગતના કેઈ નિયમ પણ ન રહે. અને એ જોતાં શુભ કે અશુભ કર્મ ભોગવવાનાં કઈ સ્થાનક પણ કરે નહિ, આમ હોવાથી જીવને કર્મનું ક્ષેતૃત્વ કયાં રહ્યું?
૬૨. “ અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૭, પૃ. ૩૭૨.
૬૩. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૫. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org