________________
૨૯૦
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
અહી` ૭૯ થી ૮૧ સુધીના ૩ દોહરામાં શ્રીમદ્દે શિષ્ય દ્વારા સાંખ્યાદિ મત આત્માને અકર્તા અભેાક્તા માને છે, તેનુ નિરૂપણ શંકારૂપે રજૂ કર્યું છે. આ મતની શ્રીમદ્દે અસિદ્ધિ કરી છે. ૮૨ થી ૮૬ સુધીના ૫ દોહરા શ્રીમદ્રે આત્માનું ભાતૃત્વ બતાવવા રચ્યા છે. અને એ દ્વારા કમ જાળનાં કેટલાંક પાસાં તેમણે ખુલ્લાં કર્યાં છે. તેએ લખે છે ઃ—
“ ભાવકમ જીવવીય ની
આ દોહરા સમજાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કે ઃ~~~
66
જીવ પેાતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મના કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પેાતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીય સ્વભાવની સ્ફૂર્તિ થાય છે, ક રૂપ પુદ્દગલની વાને ગ્રહણ કરે છે. ’૬૪
અને આ સમજાવવા માટે તેમણે એક ઉદાહરણ આપેલું છે કે :~
નિજ કલ્પના, માટે ચેતનરૂપ; સ્ફુરણા, ગ્રહણ કરે જધૂપ. "૮૨
“ ઝેર સુધાર સમજે નહિ, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભેાક્તાપણુ જણાય. 43
ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ કે દીર્ઘાયુષ મળે છે, છતાં પણ તેને ગ્રહણ કરનારને તેનું ફળ થયા વિના રહેતુ નથી, તેમ અશુભ અને શુભ કર્માં પણ પરિણમે છે, ફળ પ્રાપ્ત થાય છે. અને એમ જીવનું' ભેાક્તાપણું સમજાય છે. આમ અહીં સુપરિચિત ઉદાહરણથી શ્રીમદ્દે સમજાવ્યુ` છે કે, બન્ને કમ પણ યેાગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. અને આ કના વિપાકરૂપે જ જીવને રાંક અથવા નૃપની સ્થિતિ મળે છે. તે સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે કે
ઃ—
“ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાય તે, તે જ શુભાશુભ
વેદ.
આ વિશે શ્રી યશોવિજયજીએ પણ શ્લાક રચા છે કે :~
t
Jain Education International
राजरंकादि वैचित्र्यमध्यात्मकृत कर्मजम् । મુદુઃલાયિસંવિત્તિવિરોષો નાન્યથા મવેત્ ॥' ૬૫
અહી‘શ્રી યશોવિજયજીના જણાવ્યા પ્રમાણે, રાજા, રંક વગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્માંથી ઉત્પન્ન થયેલી છે. નહીં તેા સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહિ. અને આ જ વસ્તુ શ્રીમદ્ પેાતાની વિશિષ્ટ શૈલીમાં, ઉપરના દોહરામાં રજૂ કરેલી જોવા મળે છે.
૬૪. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૮.
cc
૬૫.
અધ્યાત્મસાર ’’, સમકિત અધિકાર, શ્લોક ૮૧, પૃ. ૨૧૪.
" ૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org