________________
૨૮
| શ્રીમાન જીવનસિદ્ધિ ઈશ્વર તે શુદ્ધ સ્વભાવી લેવાથી કર્તા કરી શકતા નથી, અને છતાં જે તેને ક્ત કરાવવામાં આવે તે કેટલાક દોષ આવી જાય છે, એમ અહી જણાવ્યું છે. તે દોષ કઈ રીતે આવે છે, તે વિશે લખેલા લાંબા એક પત્રમાં તેમણે લખ્યું છે કે :
“ત્રીજે પ્રકાર ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા ગ્ય છે; તથાપિ અમે ઈશ્વર કે વિષ્ણુ આદિ, કર્તાને કઈ રીતે રવીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ -
“જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કઈ પદાર્થ રહ્યો નહિ, કેમ કે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણદિ તો ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા, તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહિ, પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે.” ૬૦
આમ શિષ્ય કરેલી સર્વ શંકાઓનું સમાધાન કર્યા પછી ગુરુ કર્મનું કર્તાપણું સ્યાદ્વાદશૈલીથી સમજાવે છે કે :
ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
' વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ” ૭૮ આત્મા જે પિતાના શુદ્ધ ચિતન્ય આદિ સ્વભાવમાં વતે તો તે પોતાના તે જ સ્વભાવને કર્તા છે; અને તે પોતાના સ્વભાવમાં ન વર્તતાં વિભાવમાં વર્તતો હોય ત્યારે તે કર્મભાવને કર્તા છે, આ સમજાવતાં શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે –
પરમાથે તે જીવ અકિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે, અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એ સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવો ચેગ્ય છે – શુદ્ધાત્મા પરગને, પરભાવો અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા ગ્ય છે; પણ ચિતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જે કહીએ તો તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગકિયા નહિ હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચિતન્યાદિ સ્વભાવરૂપ કિયા હોવાથી તે સક્રિય છે. ચેતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહિ. નિજસ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અયિતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશે દોષ નથી. ૧ ૬૦, “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૫. ૬૧. એજન, પૃ. ૫૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org