________________
૫. આ મસિદ્ધિશાસ્ત્ર
બૌદ્ધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરારૂપ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી.
આત્માના નિયત્વને નહીં સ્વીકારતા તથા બૌદ્ધોના ક્ષણિકવાદની દલીલોને પરાસ્ત કરતા શ્રીમદ્ ૬૨ થી ૭૦ સુધીના ૯ દોહરામાં આત્માનું નિત્ય બતાવે છે. શ્રીમદ્ ૬૨ મા દેહરામાં પ્રશ્ન કરે છે કે –
દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દૃશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?” ૬૨ દહ તે મિશ્રણથી બનેલા છે, વળી તે જડ છે, દેખાય તેવો છે, અને બીજાને દેખાવાનો વિષય છે, તેથી તેમાં નાશ અને ઉત્પત્તિ જણાય છે; પણ ચેતનની એવી ઉત્પત્તિ કે લય. કેઈના પણ જાણવામાં આવ્યાં છે ખરાં ? તે જ આત્માનું તેનાથી જુદાપણું બતાવે છે. આ દોહરાને વિસ્તારથી સમજાવતાં શ્રીમકે એક પત્રમાં લખેલું કે –
દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું તે કંઈ કારણ નથી. અથવા દહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલા પદાર્થ છે. વળી તે જડ એટલે કોઈ ન જાણતો નથી. પિતાને તે જાણતો નથી, તો બીજાને તે શું જાણે? વળી, દહ રૂપી છે, સ્થળાદિ સ્વભાવવાળા છે અને ચક્ષને વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે? અર્થાત્ પિતાને તે જાણતા નથી તો “મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે તેમ શી રીતે જાણે? ‘અને મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે” એમ જ એવો દેહ શી રીતે જાણે ? કેમ કે જાણનારો પદાર્થ તે જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી, તો પછી ચેતનનાં ઉ૫ત્તિ-લયને અનુભવ કોને વશ કહે ?”
“દહન વશ તો કહેવાય એવું છે જ નહિ, કેમ કે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારે એ તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે.”
“જે કદી એમ કહીએ કે ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જ જાણે છે તો તે વાત બોલતાં જ વિન પામે છે, કેમ કે ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર તરીકે ચેતનને જ સ્વીકાર કરવો પડ્યો, એટલે એ વચન તે માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર થયું, જેમ “મારા મોઢામાં જીભ નથી” એવું વચન કેઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી, એમ કહીએ તેવું પ્રમાણ થયું. ”પ૪
આમ દેહ એ ચેતનનાં ઉત્પત્તિ તથા લયનું કારણ નથી, વળી દહના ઉત્પત્તિ તથા લયન જાણનાર જે છે તે દેહથી જુદો છે, હવે જોઈએ, તે વિચારવાથી સમજાય એમ શ્રીમદ્ ૬૩ મા દોહરામાં બતાવ્યું છે.
૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org