________________
શ્રીમદની જીવનસિદ્ધિ જ્ઞાનીની વાણું અદભુત તથા ચમત્કારિક હોય છે, તેના થડે પરિચય આપણને અહીં થાય છે. અહીં શ્રીમદ તત્ત્વજ્ઞાનની એક ગૂઢ સમસ્યાનો ઉકેલ થડા શબ્દોમાં, અને સરળ તેમ જ પ્રતીતિકર ભાષામાં મૂકી શક્યા છે, તે જ તેમની વાણીની અપૂર્વતા બતાવે છે. તેથી જ તો પૂ. શ્રી કાનજીસ્વામી કહે છે કે અહીં :–
“શ્રીમદે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આબેહૂબ રચના કરી છે, અને હૃદયમાં આરપાર ઊતરી જાય તેવી હૃદયવેધક ભાષામાં સંવાદ રચ્યો છે.પર
“આત્મા છે” તે પદની સિદ્ધિ માટેનાં શ્રીમદે આપેલાં પ્રમાણેનું તર્કબદ્ધ રીતે થયેલું સંકલન શ્રીમદની અનુભવમૂલક દષ્ટિ બતાવે છે.
બીજુ પદ : આત્મા નિત્ય છે.
આત્માનું નિત્યત્વ એ આત્મા વિશેનું બીજુ પદ છે. આત્મા એ ત્રિકાળવતી, અવિનાશી એવો પદાર્થ છે તેમ આ પદમાં સમજાવાયું છે. શિષ્ય આત્માનું અસ્તિત્વ તે, વિચાર કર્યા પછી સ્વીકારે છે, પરંતુ તેને તેના નિત્યપણુ વિશે ખાતરી નથી, તેથી તેને જે જે માન્યતાથી આત્મા અનિત્ય જણાય છે, તે તે ગુરુ સમક્ષ મૂકી પોતાની શંકાનું નિવારણ કરવા વીનવે છે, અને ગુરુ પણ શિષ્યને સાચું જ્ઞાન આપવા એવી જ સરળતાથી આત્માનું નિત્યત્વ સમજાવે છે. આ પદની વિચારણું માટે શ્રીમદે ૧૨ દેહરાનો ઉપયોગ કર્યો છે, તેમાં પ૯ થી ૬૧ એ ત્રણ દોહરામાં શિષ્ય પોતાની શંકા રજૂ કરી છે, અને દરથી ૭૦ સુધીના ૯ દોહરામાં ગુરુએ તેનું સમાધાન કર્યું છે.
આત્માના હોવાપણું વિશે જે જે દલીલે ગુરુએ કરી, તે સર્વ પર ઊંડાણથી વિચાર કરતાં તેની સત્યતા વિશે શિષ્યને ખાતરી થઈ છે, તે જણાવી શિષ્ય આત્માની નિત્યતા વિશે શંકા રજૂ કરે છે કે –
૧. આત્મા છે, પણ તે દેહ સાથે ઉત્પન્ન થાય છે, અને દેહ સાથે નાશ પામે છે તેમ જણાવાથી આત્મા નિત્ય નથી એવી બીજી શંકા થાય છે.
૨. બીજી રીતે કહીએ તે દરેક વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે તેથી તે અનિત્ય જણાય છે, તે અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી.
અહી જેઓ આમાનું નિત્ય સ્વીકારતા નથી, અને તેને ક્ષણિક માને છે તેવા બૌદ્ધ આદિ દશનો જે અભિપ્રાય છે તે શ્રીમદ્ શિષ્યમુખે શંકારૂપે રજૂ કર્યો છે. આ અભિપ્રાય જણવત, શ્રી યશોવિજયજીને શ્લોક છે કે –
જ્ઞાનજ્ઞળાવીરૂપ નિરો નામેતિ સૌરાઃ |
માત્ર માગ્યાં નિયત્વે ગુડ ક્રિયા ને દિ / પ૩ પર. “આત્મસિદ્ધિશાસ્ત્ર” પરનાં પ્રવચન, પૃ. ૨૯૦. ૫૩. “ અધ્યાત્મસાર ”, સમકિત અધિકાર, લોક ૮૯, પૃ. ૨૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org