________________
૫. આત્મસિદ્ધિ
૨૫૩ “આત્મસિદ્ધિશા” અયોગ્ય જીવને અહિતકારી થવાનો સંભવ એટલા માટે તે કે તે દ્રવ્યાનુગ ગ્રંથ હેવાથી વિશેષ અધિકાર માગે છે. વળી, શ્રીમદ્દ ગૃહસ્થવેશી હતા અને આત્મજ્ઞાનની ગૂઢ વાતે કેઈ ગૃહસ્થ પિતાની આંતરિક યોગ્યતાથી જણાવે તે તે સમજવા જેટલી યોગ્યતાવાળે લોકસમાજ હોતો નથી. તેથી અનધિકારી જીવની પાસે ગૃહસ્થરચિત વૈરાગ્યને ગ્રંથ જતાં તે કુતર્કમાં પડે કે પોતે તે કરતા નથી અને બીજાને ઉપદેશ આપવા નીકળ્યા છે ! આ હેતુથી શ્રીમના જાણતાઓમાં પણ એછી યોગ્યતાવાળા જી માટે આ ગ્રંથનું અધ્યયન નિષિદ્ધ હતું. તેથી તેને છપાવીને પ્રસિદ્ધ કરવાની કલ્પના પણ ક્યાંથી કરાય? એ જ કારણે તે શાસ્ત્ર શ્રીમદની હયાતી દરમ્યાન પ્રકાશમાં આવ્યું ન હતું, અને ગણીગાંઠી વ્યક્તિઓના અધ્યયનને વિષય રહ્યું હતું.
શ્રીમદ્ ગણેલા અધિકારીઓ પર “આત્મસિદ્ધિને પડેલો પ્રભાવ
શ્રીમદ્દે આત્મસિદ્ધિશાસ્ત્રના વાચન-મનન અથે પિતાની નિકટવતી માત્ર ચાર જ વ્યક્તિઓને તે સમયે અધિકારી ગણ હતી. તેઓ બધાએ શ્રીમદની આજ્ઞા અનુસાર આ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અને તેને જે પ્રભાવ પોતાના પર પડ્યો હતો તેનું વર્ણન પણ તેમણે શ્રીમને લખી જણાવ્યું હતું. તે વાંચતાં આપણને તેમના યોગ્ય અધિકારને તથા શ્રીમની પારખશક્તિને ખ્યાલ આવે છે. અને એ દષ્ટિએ જોતાં એ ચારે વ્યક્તિઓને આત્મસિદ્ધિ માટે અભિપ્રાય મૂલ્યવાન ગણાય.
શ્રી સોભાગભાઈને મુખ્યપણે લક્ષમાં રાખી શ્રીમદે “આત્મસિદ્ધિ” રચી હતી તે આપણે જોયું. તેની કેટલી પ્રબળ અસર તેમના પર થઈ હતી તે વર્ણવતાં ભાગભાઈએ એક પત્રમાં શ્રીમદ્દને લખ્યું હતું કે –
ગોસળિયા આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે, અને વિચારે છે, તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠે કર્યા છે, અને વિચારતાં ઘણે આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યું ન હોત તો આજ સુધી દેહ રહે મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મોકલવા લખ્યું તે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય, નીકર પછી આંખે સૂઝે નહિ ત્યારે વાંચી શકાય નહીં, અને જ્યારે પોતાથી વાંચી શકાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહિ, માટે કૃપા કરી મોકલાવશે. ઘણું શું લખું?”૯
“આત્મસિદ્ધિ”ની બીજી નકલ શ્રી લલ્લુજી મહારાજને મોકલવામાં આવી હતી. પોતાના પર તે શાસ્ત્રને કે પ્રભાવ પડ્યો હતો તે વિશે તેમણે જણાવ્યું હતું કે :
તે વાંચતાં અને કઈ કઈ ગાથા બાલતાં, મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. અને એકેક ૫દમાં અપૂર્વ માહાતમ્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિનો ૯. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ", આવૃત્તિ ૪, ૫. ૧૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org