________________
૨૬૪
શ્રીમદની જીવનસિદ્ધિ
અને પેાતાને લાધેલા અનુભવમૌક્તિકનુ' નિરૂપણ આ ગ્રંથમાં કરવાને તેમણે નિર્ણય કર્યાં, તેમણે કરેલી આ ગ્રંથરચના વિશે પડિત સુખલાલજી યાગ્ય જ લખે છે કેઃ
“ શ્રીમદ્ રાજચંદ્રે પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રગતિ માટે જે મથન કર્યું', જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી ખીજો, ખીજામાંથી ત્રીજો એમ ઉત્તરાત્તર એવી સુસંગત સ*કલના થઈ છે કે તેમાં કંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને કચાંય આડુ' ક્'ટાતુ નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિ એ સિદ્ધાંતશાસ્ત્ર બની રહી છે.’૨૮૩
શ્રીમદ્ પેાતાને લાધેલા આવા અનુભવના નિચેાડરૂપ મેાક્ષમાર્ગ મુમુક્ષુ માટે બતાવવાના હેતુ અહીં દર્શાવ્યા છે.
મેાક્ષમા કારે પમાય !
મહાવીર પ્રભુના નિર્વાણ પછી ધર્મમાં ફાંટા વધવા માંડયા હતા. અને તેમાં વધારો થતાં થતાં, ધર્માંમાં એટલાં બધાં મતમતાંતર વધી પડવાં કે મેાક્ષમા કર્યું. તે જ સમજાવુ. કઠન થઈ ગયુ, અને સાચા મુમુક્ષુને તેા માર્ગના લાપ થઈ ગયા હેાય તેમ જણાવા લાગ્યું, કારણ કે લેાકેા તા કાઈ પણ એક વસ્તુને પકડીને મેાક્ષમા માની બેઠા હતા. કાઈ ખાઘક્રિયાને તેા કેાઈ શાસ્ત્રજ્ઞાનને મેાક્ષમાર્ગ માની વવા લાગ્યા હતા. આ એકાંતે ગ્રહણ કરેલ તત્ત્વ મેાક્ષમા નથી તે જાણનાર શ્રીમને અંતરમાં ઘણી કરુણા વર્તાવાથી સાચા માર્ગ બતાવવાની ઈચ્છા પ્રબળ થઈ, તે શ્રીમદ્ “ આત્મસિદ્ધિ”ના ત્રીજા દોહરામાં બતાવ્યુ છે.
ક્રિયાજય તથા શુષ્કજ્ઞાનીનાં લક્ષણા કેવાં હાય તે શ્રીમદ્ ચાથા ને પાંચમા દોહરામાં બતાવ્યુ છે. જે લેાકેા બાહ્ય આચારવિચારને જ સર્વસ્વ માની તેનાં અંતરના પરિસૢમનને સ્વીકારતા નથી, તથા જે જ્ઞાનમાર્ગને અયેાગ્ય ગણે છે તે ક્રિયાજડ છે અને જે લેાકેા બાહ્ય આચારને અવગણી માત્ર નિશ્ર્ચયનયની વાણી જાણવાને જ મોક્ષમાર્ગ કહે છે તેઓ શુષ્કજ્ઞાની છે. ક્રિયાજડ કે શુષ્કજ્ઞાની – એમાંથી કાઈને પણ સાચા માર્ગ મળતા નથી.
આ માગ કાને મળે તે જણાવતાં શ્રીમદ્દ વૈરાગ્ય પર ખૂબ ભાર મૂકે છે, જેના ચિત્તમાં વૈરાગ્ય ન હોય તેને જ્ઞાન થતુ નથી, સાથે સાથે તેઓ એ પણ જણાવે છે કે માત્ર વૈરાગ્ય જ સાધન છે એવું નથી. કારણ કે વૈરાગ્ય અને ત્યાગને જ સર્વસ્વ માની જીવ પ્રવર્તે તા તેનામાં સ્વચ્છંદે આવી જાય છે. અને “ માન ”ના ક્ાંસામાં સાઈ જીવ પેાતાનું અકલ્યાણુ કરે છે. એથી મેાક્ષમાને પામવાને લાયક તા એ જ છે કે, જેઃ—
૨૬.
cc
· આત્મસિદ્ધિ ’, સ‘પા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org