________________
શ્રીમદની જીવનસિદ્ધિ આત્માથી જીવ, પોતાની પ્રતિક૫નાએ માનેલો મોક્ષમાર્ગ છેડી પિતાના સદગુરુએ બતાવેલ માગે જાય છે. તે સદગુરુનાં લક્ષણો બતાવતાં ૧૦મા દેહરામાં શ્રીમદ્દ લખે છે કે –
* આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રગ;
અપૂર્વ વાણ, પરમકૃત, સદ્દગુરુ લક્ષણ ચગ્ય.” ૧૦ જેને આત્મજ્ઞાન થયું હોયં, સમભાવ હોય, કર્મના ઉદય પ્રમાણે વર્તન હોય, પૂર્વે ન સાંભળેલી એવી વાણી હોય, કુતકેવળી જેવી દશા હોય – વગેરે સદગુરુનાં લક્ષણે અહીં બતાવાયાં છે. ગુરુ આજ્ઞાનું મહત્ત્વ બતાવતા ૯મા દોહરા વિશે તથા સદગુરુનાં લક્ષણે બતાવતા આ દોહરા વિશે વિસ્તારથી સમજણું આ પતે પત્ર શ્રીમદે “આત્મસિદ્ધિ” લખાયા પછીના દિવસે લખ્યો હતો. કિયાજડત્વ શકત્તાનીપણું વગેરેનું અગૌરવ તથા આત્મજ્ઞાન, સમદર્શિતા આદિનું ગૌરવ વિસ્તારથી બતાવ્યાં છે.૩ ૨ આવા પ્રત્યક્ષ સદગુરુનું મહત્વ બતાવતાં શ્રીમદ્ લખે છે –
પ્રત્યક્ષ સદગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર;
એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર.” ૧૧ “સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર છે, સમયે જિનસ્વરૂપ.- ૧૨ પૂર્વકાળે જ થઈ ગયેલા પક્ષ જિનની વાત પર જ લક્ષ આપીને પોતાની બ્રાંતિ ટાળનાર પ્રત્યક્ષ સદગુરુના વિશેષ ઉપકારને ન સમજે તે તેને સાચે આત્મવિચાર ઉત્પન્ન ન થાય, કારણ કે સદગુરુના ઉપદેશ વિના જિનનું સાચું સ્વરૂપ સમજાય નહિ, અને તે સમજ્યા વિના જીવને જ્ઞાન ક્યાંથી થાય ? જિનનું સ્વરૂપ સમજે તે સમજનારને આત્મા પરિણમે અને તે જિનદશા પ્રાપ્ત કરે. વળી, જીવને કેઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે તેનું સમાધાન પક્ષ જિનવચન – શાસ્ત્રો ન કરી શકે, પણ પ્રત્યક્ષ સદ્દગુરુ હોય તે તે શંકાનું સમાધાન કરી શકે, આથી પ્રત્યક્ષ જ્ઞાનીને ઉપકાર સૌથી વિશેષ છે એવો નિશ્ચય આત્માથીને વર્તતે હેય છે. અને એ જ સદગુરુનું માહામ્ય છે. એ વિશે શ્રી મનસુખભાઈ ૨. મહેતાના શબ્દોમાં કહીએ તે –
જેમ બારમા દેહરામાં જિનપદુ સમજવાનો અને પામવાનો ગ્રંથકારે ઉપદેશ કર્યો છે તેમ સર્વ જ્ઞાની પુરુએ આપણા આત્માને નિજ પદને– શ્રી જિનના કર્મમલરહિત આત્મા - જિનપદ– જેવાં કરવાની સાધ્યષ્ટિ રાખી છે, એટલે દષ્ટિબિંદુ તે જિનપદ પ્રત્યે સ્થિર કર્યું છે. આ દેહરામાં, આ રીતે, દષ્ટિબિંદુ શ્રી જિન પ્રત્યે રાખી, તેઓનું સર્વોત્તમ માહાસ્ય અભુતપણે ગાઈ, પ્રત્યક્ષ સદ્દગુરુનું મહાભ્ય પણ તેવા જ ચમત્કારપૂર્વક ગાયું છે.”૩૩ ૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮-૫૩૩. ૩૩. • આત્મસિદ્ધિ”, સંપા. મ. ૨, મહેતા, પ્રસ્તાવના, પૃ. ૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org