________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
ર૭૩ આત્માથી જીવને ક્રોધ, માન, માયા, લેભ આદિ કષા શાંત થઈ ગયા હોય છે, મેક્ષ મેળવવાની એક જ અભિલાષા બાકી રહી હોય છે, ભવભ્રમણ વિશે અતિશય ખેદ પ્રવર્તતે હોય છે, અને પ્રત્યેક પ્રાણી પ્રત્યે કરુણુભાવ હોય છે. શાસ્ત્રમાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ લક્ષણે સમકિતી જીવનાં બતાવાયાં છે, જેને શ્રીમદે અહીં વર્ણવ્યાં છે. ઉપાધ્યાય યશોવિજયજી સમતિનાં લક્ષણ નીચે પ્રમાણે બતાવે છે –
" शमसंवेगनिर्वेदानुकम्पाभिः परिष्कृतम् ।
दधतामेतदच्छिन्न सम्यकत्वं स्थिरतां बजत् ।।"४१ અધ્યાત્મસાર”ના “સમકિત અધિકાર"ના આ શ્લોકમાં બતાવ્યા પ્રમાણે શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કરીને શેભિત એવા આ આસ્તિ અને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે, નિશ્ચળ થાય છે.
આ જ લક્ષણે શ્રીમદ્ ઉપરના દોહરામાં સરળ ભાષામાં બતાવ્યાં છે. શમ એટલે સમભાવ. રાગદ્વેષનાં પરિણામ ન થતાં સમભાવ રહે તે સમ, અને તે જ કષાયની ઉપશાંતતા. સંવેગ એટલે મોક્ષ મેળવવાની ઈચ્છા, અર્થાત્ “મોક્ષ અભિલાષ.” નિર્વેદ એટલે સંસાર દુઃખમય લાગવાથી આવતે વૈરાગ્ય, અને તે જ ભાવે ખેદ. અનુકંપા એટલે પ્રત્યેક પ્રાણી તરફનો દયાભાવ. અર્થાત્ “પ્રાણાયા.” આ ચાર લક્ષણે તે શ્રીમદે ઉપરના દોહરામાં એકસાથે આપી દીધાં છે. પાંચમા લક્ષણ “આસ્થા” વિશે શરૂઆતના ત્રણચાર દેહરા રચ્યા છે. આસ્થા એટલે આત્માના અસ્તિત્વ આદિમાં શ્રદ્ધા તથા મોક્ષમાર્ગમાં નિઃશંકતા, જે શ્રીમદ્ “મોક્ષમાર્ગની એકતાના નિશ્ચય” રૂપે વર્ણવેલ છે.
આમ આત્માથી જીવનાં લક્ષણે બતાવવાની સાથે શ્રીમદ્દ શાસ્ત્રમાં બતાવેલા સમકિતીનાં લક્ષણે પણ ખૂબીપૂર્વક બતાવી દીધાં છે. આમ શ્રીમના અભિપ્રાય મુજબ તે સમક્તિી જીવ જ આત્માથી ગણી શકાય.
જીવને ઉપર જણાવી તેવી આત્માર્થદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગની પણ પ્રાપ્તિ થતી નથી. અને તે માગ ન મળે ત્યાં સુધી તેના આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખના હેતુવાળે અંતર રોગ જતો નથી. પણ જેવી આત્માથીની દશા પ્રાપ્ત થઈ કે તરત જ તેને સદ્દગુરુને બંધ સચેટપણે અસર કરે છે. તે બોધ પર વિચાર કરવાથી આત્માથી જીવ પોતાનું સ્વરૂપ સમજે છે અને પોતામાં ગુપ્તપણે રહેલું અનંત સુખ તે પ્રગટાવે છે. એટલે કે સુવિચારણાના ફળરૂપે આત્માથી જીવ જ્ઞાન પામે છે, અને અંતમાં નિર્વાણપદ એટલે કે એક્ષપદ પામે છે.
આત્માર્થ પામવાની ફલશ્રુતિ તરીકે શ્રીમદે મોક્ષપદ બતાવ્યું છે. સવળી મતિ થતાં જીવની આત્માર્થ દશા પ્રારંભાય છે અને તે દશા વિકાસ પામતાં જીવને મોક્ષ થાય છે.
૪૧. “અધ્યાત્મસાર”. સમકિત અધિકાર, લોક ૫૮, પૃ. ૧૦૧. રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org