________________
શ્રીમદની જીવનસિદ્ધિ આત્મા છે. તે બંધાયો છે. તે કર્મનો કર્તા છે. તે કર્મનો ભોક્તા છે. મોક્ષને ઉપાય છે. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર શોધન કરજે.૪૪
પિતાને જણાતાં આ છ પદના નિઃશંકત્વ વિશે શ્રીમદે પિતાની હસ્તધમાં પણ નોંધ્યું છે કે --
“જીવના અસ્તિત્વપણાને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. જીવના નિત્યપણને, ત્રિકાળ હોવાપણાના કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. જીવના ચૈતન્યપણાને, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. તેને કઈ પણ પ્રકારે બંધ દશા વતે છે એ વાતને કઈ પણ કાળ સંશય પ્રાપ્ત નહિ થાય. તે બંધની નિવૃત્તિ કઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. મોક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહિ થાય.”૪૫
આ બધી જગ્યાએ શ્રીમદે આમા વિશેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યાર પછી પણ વિ. સં. ૧૯૫૦ના ફાગણ માસમાં આ છયે પદને સંક્ષેપમાં સમજાવતા એક પત્ર શ્રીમદે શ્રી લલ્લુજી મહારાજને લખ્યું હતું. તે પત્ર “આત્મસિદ્ધિ”ના પૂર્વરૂપ જેવો છે. તે જોઈએ –
“અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચ કહ્યાં છે તે છ પદને સમ્યફદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –
પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વયપ્રકાશક એવી ચૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવા આત્મા હવાનું પ્રમાણ છે.”
બીજુ પદ: આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટ આદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કઈ પણ સંયોગે અનુભવયોગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કેઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિશે લય પણ હોય નહિ.”
ત્રીજુ પદઃ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. કિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી ૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨૩. ૫. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org