________________
૨૭૦
શ્રીમદ જીવનેસિદ્ધિ ૨. જે જિનના દહાદિનું વર્ણન છે, સમવસરણાદિ જિનના અતિશયેનું વર્ણન છે તેને જ મતાથી જીવ જિનનું સાચું સ્વરૂપ માની લે છે, અને જિનના પરમાર્થ હેતુરૂપ અંતરંગસ્વરૂપને જાણવા કે સમજવા વિશે મતાથી પ્રયત્ન કરતું નથી. અહીં શ્રીમદ્દે શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખવા ઉપર ભાર મૂક્યો છે.
૩. આવા મતાથી જીવને કયારેક સદગુરુને યાંગ થઈ જાય તે પણ તે તેના ઉપદેશથી તદ્દન ઊલટી રીતે ચાલે છે, અને તે ખરેખર દઢ મુમુક્ષુ છે એમ માની, પોતે માનેલા ગુરુમાં મતાગ્રહથી મમત્વપણું દઢ કરી અસગ્નને સરું માને છે.
૪. દેવ, નરક આદિ ચતુર્ગતિના ભાંગાનું વર્ણન કેઈ વિશેષ પરમાર્થ હેતુથી કરેલ છે તે સમજ્યા વિના, તે વર્ણનને જ મતાથી શ્રુતજ્ઞાન માને છે, અને પોતે ધારણ ફરેલ મત તથા વેશના આગ્રહથી જ મુક્તિ માને છે.
૫. પોતાને ઊઠતી વૃત્તિનું સ્વરૂપ કેવું છે તે સમજ્યા વિના બાહ્યપને જ ગ્રહણ કરી મતાથ પિતાને “વ્રતધારી ” ગણાવે છે, અને કવચિત્ સાચે ઉપદેશ સાંભળવા મળે તે પણ લેકે તરફથી મળતાં માન અને સત્કારાદિના લાભથી તે ઉપદેશ મતાથી જીવ ગ્રહણ કરતા નથી.
૬. આ બધું ન હોય તે કઈ વખત ફક્ત નિશ્ચયનયના પુસ્તક વાંચવામાં ક્યાથી તે સ્વીકારી, વૈરાગ્ય, વિનય આદિ સાચા વ્યવહારધર્મનો તે લેપ કરે છે અને પરિણામે તે ગ્રંથોનું સારું પરિણમન થવું જોઈએ તે તેને થતું નથી. વળી, તે શુષ્કજ્ઞાનને જ સર્વસ્વ માની, સાધનરહિત દશામાં એ : મતાથી જૈવ પ્રવર્તે છે. શુકશાનીનું આ લક્ષણ બતાવતો એક લેક “ અધ્યાત્મસાર”માં પણ મળે છે.
* નિશ્ચય ગઢ ગ્રવાર સંnaઃ..
વિઘણાં છમાવ સ્વાર્થપાત્રોરાનાત ૩૮ આ શ્લોકમાં બતાવ્યું છે તે પ્રમાણે જેઓને સ્વાર્થ માત્રનાં જ ઉપદેશથી નિશ્ચય ઈષ્ટ છે, અને બ્રાહ્મણોને નહિ બોલવા લાયક મ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેને વ્યવહારનું ઉલ્લંધન કરનાર મિથ્યાત્વ હોય છે. આમ શ્રી યશોવિજયજીએ “અધ્યાત્મસારમાં કહ્યું છે તે પ્રમાણે શ્રીમદે પણ નિશ્ચય અને વ્યવહારનું સાથે હોવાપણું મતાર્થ કાઢવા માટે જણાવ્યું છે.
આવાં લક્ષણવાળે જે મતાથી જીવ હોય તે જ્ઞાનદશા પામી શકતા નથી, અને તે પામવા માટેનું સાધન પણ તેની પાસે હોતું નથી; તેથી તેના સંગમાં પણ જે જીવ આવે તે ભવસમુદ્રમાં ડૂબે છે. વળી, તે પોતાના કુળના મને, પોતાના જ્ઞાનનો વગેરેનો મતાગ્રહી બની પોતાની અધિકારરહિતદશાને લીધે આત્માથે પામી શકતો નથી, તે પોતાને અભિપ્રાય શ્રીમદે ૩૦-૩૧ એ બે દોહરામાં વ્યક્ત કર્યો છે, અને રૂરમાં દેહરામાં મતાથી જીવનાં બાહ્ય લક્ષણે પ્રતિ લક્ષ દર્યું છે કે :
૩૮. “અધ્યાત્મસાર, સમકિત અધિંકાર, લેકે ૬૩, પૃ. ૨ હૈં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org