________________
શ્રીમદની અવનસિદ્ધિ
२१८
“શાસ્ત્ર છેવિનયે ત્રિામાવયાનિ ૨ .
संवरांगतया प्राहुर्व्यवहारविचक्षणाः ||"३४ આ કલાકમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર, ગુરુને વિનય, ક્રિયા અને આવશ્યક એ સર્વને વ્યવહારને વિશે નિપુણ એ સંવરના અંગરૂપ કહ્યાં છે. સદ્દગુરુનું માહાસ્ય હોવાથી, આત્માથી જી ગુરુ પ્રત્યે ઘણે વિનય દાખવે છે. તે વિનય કેવો હોય તે ૧૯મા દેહરામાં બતાવ્યો છે કે –
જે સારુ ઉપદેશથી પામ્ય કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.” ૧૯ જ્ઞાની પુરુષના ચગથી કંઈ જીવને પ્રબળ પુરુષાર્થ દ્વારા ગુરુ પહેલાં કેવળજ્ઞાન થઈ જાય તો પણ તે કેવળીભગવાન પોતાના ગુરુને ઉપકાર સ્વીકારી છઘસ્થ ગુરુની વૈયાવચ્ચ પણ કરે. આ વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ છે. “ઉત્તરાધ્યયન સૂત્ર”માં વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યાં છે, તથા “દશવૈકાલિક સૂત્રમાં શું વિનય અધ્યયન છે, તેને ધ્યાનમાં રાખીને શ્રીમઅહીં કહ્યું છે કે –
“એવો માર્ગ વિનયતણે, ભાખ્યા શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માગને, સમજે કેઈ સુભાગ્ય.” ૨૦ વિનયનું આટલું માહાસ્ય કેમ છે તે સમજાવતાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે –
“સત્કરને વિનય, તે પરમાથે નિજગુણનો વિનય છે. અને પ્રત્યક્ષ સદ્દગુરુના ઉપકારમાં પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીના, ત્રણે કાળના ઉપકાર સમાઈ જાય છે.”૩૫
પરંતુ આ વિનયના માર્ગને જે કંઈ અસદગુરુ ગેરલાભ ઉઠાવે, પોતાના શિષ્યો પાસેથી માન મેળવવાની આકાંક્ષા રાખે તો તે મહામહનીય કર્મ ઉપાર્જન કરી, અનેક ભવ વધારી મૂકે અર્થાત્ સંસારસમુદ્રમાં ડૂબે. અહીં ગુરુ માટે માનભાવ સામે ગ્રંથકર્તાએ દીવાદાંડી મૂકી છે. તેઓ ચગ્ય જ જણાવે છે કે જે આત્માર્થી જીવ હોય તે જ આ વિનયમાર્ગને સમજી શકે, અન્ય તે તેને અવળે ઉપયોગ કરી ભવસાગરમાં ડૂબે અને ડુબાડે. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં કહીએ તો :
આ રીતે શ્રીમદે વિશેષપણે શ્રી ગુરુનાં લક્ષણ અત્રે એ કહ્યાં છે કે જે મોક્ષમાર્ગ પ્રકાશક હોય, માર્ગના સાચા ઉપદેશક હાય..મુખ્યપણે ઉપદેશકની ભૂમિકા ૧૩મું ગુણસ્થાનક છે... નીચેની ભૂમિકામાં ૬ઠ્ઠા ગુણસ્થાનકવત મુનિ યથાર્થ મોક્ષ માર્ગ ઉપદેશક ઈ શકે. તેઓ પૂર્વાપર અવિરોધપણે સર્વજ્ઞના ન્યાયને, ગુરુપરંપરાથી જાણે છે, તથા ઉપદેશ આપી શકે છે.”૩૬ ૩૪. “અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, કલોક ૧૪૧. ૩૫. “ આત્મસિદ્ધિ પરનાં પ્રવચને ", પૃ. ૧૪૫. ૩૬. એજન, પૃ. ૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org