________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
“મોક્ષ છે” એ પાંચમું પદ છે. “ શ્રી સદગુરુ ભગવંત” એ શબ્દોમાં “શ્રી” એટલે પ્રિઝમાં શ્રેષ્ઠ વસ્તુ. તે વસ્તુ તે આત્મા. ભગવત એટલે ભગવાન. જે સર્વકર્મથી મુક્ત હોય તે ભગવાન. આ પૂર્ણ શુદ્ધતા તે જ મોક્ષ. એટલે “ભગવત” શબ્દ દ્વારા મેક્ષ સિદ્ધ થાય છે.
મોક્ષનો ઉપાય છે” એ છઠ્ઠું પદ છે. જે ઉપાયથી સંસારનો ક્ષય થાય છે તે મોક્ષનો ઉપાય છે. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના થતી પ્રવૃત્તિથી સંસારની વૃદ્ધિ થાય છે. અને આત્માનું સ્વરૂપ જાણ્યા પછી તેના ઉત્કર્ષ અથે થતી પ્રવૃત્તિથી સંસાર ક્ષય થાય છે. તેથી “સમજાવ્યું તે પદ નમું' એ શબ્દો દ્વારા મોક્ષનો ઉપાય હોવાની ખાતરી થાય છે.
આમ મંગલાચરણની ગાથામાં જ શ્રીમદે પોતે નિરૂપિત કરવા ધારેલા વિષયનું ગર્ભિતપણે સૂચન મૂકી દીધું જણાય છે. મંગલાચરણ વિશે શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી ગ્ય જ લખે છે કે –
સદગુરુની ભક્તિના બળથી, સદગુરુના આત્માની ચેષ્ટા પ્રત્યે જીવની દૃષ્ટિ વળે છે, અને સદ્દગુરુની અપૂર્વતા તેને સ્પષ્ટ ભાસે છે તથા તેના હૃદયની વાત પણ તે સમજે છે, તેવી ભક્તિના નમૂના રૂપે મંગલાચરણની એક કડી છે.”૨૭
ગ્રંથરચનાને હેતુ
બીજા દોહરામાં કર્તાએ આ ગ્રંથ રચવાને હેતુ દર્શાવ્યો છે. અનેક પ્રાચીન અદભુત ગ્રંથ વિદ્યમાન હોવા છતાં આ ગ્રંથ રચવાનો હેતુ શું છે તે જણાવતાં બીજા દેહરામાં શ્રીમદ કહે છે કે –
“વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ
વિચારવા આત્માથીને ભાખ્યો અન્ન અનેપ્ય.” ૨ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગનો બહુધા લેપ થયે છે, તેથી તે માર્ગ દર્શાવવાના હેતુથી આ ગ્રંથની રચના થઈ છે, એમ શ્રીમદે અહીં જણાવ્યું છે. “મોક્ષમાર્ગ બહુ લોપ” એ શબ્દમાં “બહુ” શબ્દ યથાર્થ છે. શ્રી મુકુલભાઈ જણાવે છે તેમ “મોક્ષમાર્ગ કંઈ નાશ પામ્યું નથી, પરંતુ મોક્ષમાર્ગ પૂરેપૂરો કઈ વિરલાના જ ધ્યાનમાં આવે છે, એમ સમજવું.૨૮ આ દેહરામાં મેક્ષને માર્ગ આત્માથી મુમુક્ષ માટે સ્પષ્ટ નિરૂપવાની શ્રીમદની પ્રતિજ્ઞા જોઈ શકાય છે. આમ કરવા પાછળ શ્રીમની એ દૃષ્ટિ જણાય છે કે, પ્રાચીન ગ્રંથ તે તે સમયની સ્થિતિનું ભાન કરાવવામાં ઉપકારક હેઈ, વર્તમાનકાળમાં તે ગ્રંથ મહાન ઉપકારક હોવા છતાં, વર્તમાન સ્થિતિનું ભાન કરાવનાર ગ્રંથ લખાય છે તે વિશેષ ઉપકારી બને,
૨૭. “શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૪૨. ૨૮. “આત્મસિદ્ધિ”, સંપા. મુકુલભાઈ કલાથ, પૃ. ૧૧૧.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org