________________
શ્રીમની જીવનસિદ્ધિ અનાદિ કાળથી જે આત્મસ્વરૂપ સમજાયું નહોતું, અને પરિણામે અનંત દુઃખ ભેગવ્યું હતું, તે સ્વરૂપને સમજાવીને તે દુઃખથી મુક્ત કરાવનાર સદગુરુ ભગવાનને કર્તાએ આ ગાથામાં નમસ્કાર કર્યા છે.
સદગુરુ ભગવંત” શબ્દ શ્રીમદે બે રીતે એ જણાય છે. પ્રાચીન શિલી અનુસાર ગુરુને ભગવાન એવું વિશેષણ આપ્યું છે, અથવા તે કર્તાએ શ્રી તીર્થંકર પ્રભુને સદગુરુ ગણ વદન કર્યા છે. આ જન્મમાં શ્રીમને કેાઈ પ્રગટ ગુરુ ન હતા, અને તેમને શ્રી જિનનાં વચનના વાંચન-મનન દ્વારા, પૂર્વના સંસ્કારને લીધે, જ્ઞાન પ્રગટયું હતું, તેથી શ્રી જિન ભગવાનને જ ગુરુ ગણું વંદન કર્યા હોય તે વિશેષ સંભવિત લાગે છે.
મંગલાચરણના દેહરામાં, શ્રીમદે આત્માનાં છયે પદને ગર્ભિત રીતે સિદ્ધ કરેલાં દર્શાવવામાં આવ્યાં છે. એ જ રીતે જોઈએ તો કૃતિના વિષયને નિર્દેશ પણ તેમણે પ્રથમ દાહરામાં જ કરી દીધો છે.
આત્માનું અસ્તિત્વ” એ પહેલું પદ છે. ગાથાની શરૂઆત “જે સ્વરૂપ” શબ્દથી થાય છે. સ્વરૂપ એટલે શું ? સ્વ + રૂપ = પોતાનું રૂપ. જે ત્રણે કાળમાં અખંડ ટકી રહે, કેઈના પણ સંસર્ગમાં પોતાને મૂળ સ્વભાવ છેડે નહિ તે સ્વરૂપ. દહધારી જીવનમાં આવું લક્ષણ ધરાવતું તત્ત્વ તે “આત્મા” છે. આથી “જે સ્વરૂપ સમજ્યા વિના” એમ કહેતાં “આત્માને સમજ્યા વિના” એવો અર્થ થયા. એ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયું.
આત્માનું નિત્યત્વ” એ બીજું પદ છે. આ દેહરામાં સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખ અનંત” એમ કહ્યું છે. અનંત એટલે જેનો છેડો આવ્યો નથી તેવું. આવું અનંત દુઃખ તે જન્મમરણના ફેરાનું. ચારે ગતિમાં જીવ આ દુઃખ ભોગવે છે, તે દહ મેળવે છે અને છોડે છે. તે પરથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે. તેથી સમજાય છે કે દેહ નાશવંત છે અને આત્મા અવિનાશી એટલે કે નિત્ય છે. નિત્ય હોય તે જ એક પછી એક દેહ મેળવવાનું અને છોડવાનું દુઃખ તે જોગવી શકે ને ?
- “આત્માનું કર્મનું કર્તાપણું' એ ત્રીજુ પદ છે. આત્માને દહપર્યાય ધારણ કરવાનું કારણ તેને કર્મ સાથેનો સંબંધ છે. આત્મા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ કરે છે. વળી તે ભાવકર્મ ર્તા છે. તેથી જે જીવ પોતાના શુદ્ધ નિરંજન, ચેતન્યમય સ્વરૂપમાં નિર્વિકલ્પપણે સ્થિર ન રહે, પણ રાગદ્વેષનાં પરિણામ કરે તે આત્માને કર્મબંધ થાય છે. અને તે દુઃખ ભેગવે છે; પણ જે તે ભાવકર્મ ન કરે તો કમરહિત બને છે. “અનંતખ” શબ્દથી દહપર્યાયનું ધારણ કરવું સમજાય છે. દહપર્યાય તે કર્મની વર્ગણ છે. એ દ્રવ્યકમ ભાવકર્મ નિમિત્તે છે, અને જીવ પોતાના ભાવકર્મનો કર્તા છે. તેથી આત્મા દ્રવ્યોનો પણ કર્તા બને છે તે વાત સિદ્ધ થઈ
આત્માનું ક્ષેતૃત્વ ” એ શું પદ છે. “પાયે દુખ અનંત” એ શબ્દોથી આત્મા દુઃખ ભોગવે છે તે સિદ્ધ થાય છે. તેથી આત્મા પોતે કરેલાં કર્મનો પોતે ભક્તા બને છે તે સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org