________________
શ્રીમદની જીવનસિદ્ધિ પછી આ રચનાને હેતુ જણાવ્યા છે. પછી શુષ્કજ્ઞાની તથા ક્રિયાજડ લોકેનું સ્વરૂપ, વૈરાગ્ય અને આત્મજ્ઞાનની અગત્ય, સદ્દગુરુની આજ્ઞાએ ચાલવાનું મહત્ત્વ, સદૂગુરુનાં લક્ષણે, શિષ્યધર્મ વગેરે ટૂંકાણમાં લગભગ રર દોહરામાં સમજાવેલ છે. પછી મતાથી અને આત્માથી જીવનાં લક્ષણે થોડા વિસ્તારથી – લગભગ ૧૮ જેટલા દોહરામાં – આપ્યાં છે. આમ આરંભના લગભગ ૪૧ દેહરામાં આ ગ્રંથ સમજવાની પાત્રતા હવા માટે જીવમાં કેવાં લક્ષણો ન હોવાં જોઈએ, અને કેવાં લક્ષણે હોવાં જોઈએ તે દર્શાવી પિતાના મુખ્ય વક્તવ્ય માટેની યોગ્ય ભૂમિકા શ્રીમદે તૈયાર કરી છે.
- ૪૩ મી ગાથામાં આત્માનાં છ પદનું નિરૂપણ છે. ૪૪ થી ૧૨૭ સુધીની ગાથા ગુરુ તથા શિષ્યના સંવાદરૂપે રઈ છે. તેમાં શિષ્યને આ પદની યથાર્થતા વિશે શંકા થાય છે, તેથી પિતાની માન્યતા અનુસાર તે પ્રથમ પદ નથી, તે કેટલીક દલીલોથી બતાવે છે. ગુરુ તેની શકાનું તર્ક પૂર્ણ તથા અનુભવમૂલક દલીલોથી સમાધાન કરી, આત્માનું અસ્તિત્વ સમજાવે છે. આમાનું અસ્તિત્વ સમજાયા પછી શિષ્ય આત્માના નિત્યપણું વિશેની પિતાની શંકાઓ રજ કરે છે. ગર તેનો પણ સમાધાન કરી આત્માનું નિયત્વ સમજાવે છે. આમ શિષ્ય
યે પદની યથાર્થતા વિશે શંકા કરી, ગુરુ પાસે તેનું વિનયભાવે નિરાકરણ માગે છે, અને ગુરુ પણ શિષ્યની રેગ્યતા જાણે શિષ્યને યથાર્થ બાધ દ્વારા છ પદની શ્રદ્ધા કરાવે છે. ૪૪ થી ૧૧૮ સુધીના દોહરામાં કરાયેલી આત્માનાં છ પદની સિદ્ધિ તે આ શાસ્ત્રને સૌથી મહત્ત્વનો ભાગ છે.
પાતાની શંકાઓનું ગુરુ તરફથી સંતોષકારક સમાધાન થતાં, આત્માનાં છ પદની યથાર્થતા સમજાતાં, તેની શ્રદ્ધા થતાં શિષ્યને સમ્યકજ્ઞાન થાય છે. અને તેથી શિષ્ય પિતાને સાચું જ્ઞાન આપવા માટે ગુરુને અત્યંત ઉપકાર માને છે – ગાથા ૧૧૯ થી ૧૨૭. એ વખતે શિષ્યના મુખમાંથી નીકળતી વાણીની જે રચના શ્રીમદ્ કરી છે તે અદભુત છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તે –
એની શૈલી સંવાદની છે. શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન– આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં વિષય ગહન હોવા છતાં સુબોધ અને રુચિપષક બની ગયો છે.”૨૩
૧૨૮ થી ૧૪ર સુધીના દેહરા ઉપસંહારરૂપે છે. તેમાં આત્માનાં છ પદ સમ્યફપ્રકારે આરાધવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે તે સમજાવાયું છે. તે ઉપરાંત જ્ઞાની, મુમુક્ષુ વગેરેનાં લક્ષણે પણ તેમાં દર્શાવાયાં છે.
આ ગ્રંથની શ્રીમદે કરેલી રચના વિશે શ્રી મનસુખભાઈ ર. મહેતા યોગ્ય જ લખે
૨૩. “આત્મસિદ્ધિ આપનિષદ', “ આત્મસિદ્ધિ", સં. મુકુલભાઈ કલાથી", પૃ. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org