________________
શ્રીમદની જીવનસિદ્ધિ સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતા. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહિ. બીજી વાત પર તુચ્છભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર એક સદ્દગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું. ૧ ૦' '
આત્મસિદ્ધિ"નું અવતરણ નજરોનજર નિહાળનાર અંબાલાલભોઈએ તેનું માહાસ્ય કેવું અનુભવ્યું હતું તે ટૂંકામાં વર્ણવતાં શ્રીમદને એક પત્રમાં તેમણે લખ્યું હતું કે –
“શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અ૮૫ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી, પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારાં મન, વચન, કાયાના ચોગ સહેજે પણ આતમવિચારમાં પ્રવર્તતા હતા, જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી, રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તાવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી ક૯૫ના પ્રમાણે સહજ સ્વભાવે શાંત રહ્યા કરતી હતી, ઘણા પરિશ્રમથી પણ મારા ત્રિકરણ વેગ કેઈ અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલા, તે યુગ તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં સદગુરુ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા, જેથી મારી અ૯પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જે તેવી જ રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનપેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તે આમવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે, અને મન, વચન, કાયાના એગ પણ આત્મવિચારમાં વર્યા કરે.૧૧
ચોથી નકલ શ્રી માણેકલાલભાઈને મોકલવામાં આવી હતી. તેમણે પણ એ શાસ્ત્રને ભક્તિપૂર્વક અભ્યાસ કર્યો હતો. અને પોતાને જે ભાવે તેમ કરતાં સ્કુરે તે તેઓ શ્રી અંબાલાલભાઈને લખી મેકલતા. અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે પરથી જણાય છે કે તેઓ “આત્મસિદ્ધિ” વિશે વિસ્તારથી લખતા, પણ તે કશું લખાણ પ્રસિદ્ધ થયેલ નથી તેથી તેમને કેવા ભાવો કુરતા તે જાણી શકાતું નથી.
અહી ભાગભાઈ આદિએ વર્ણવેલ “આત્મસિદ્ધિ અને પોતાના પર પડેલો પ્રભાવ જોતાં જણાશે કે અનેક ચોગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામી શકે તેવી તેનામાં ચમત્કૃતિ રહેલી છે. આ બધાના જેવો ભક્તિભાવ અને યથાગ્ય મુમુક્ષતા હોય તે સર્વને “આત્મસિદ્ધિ” ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે, તે જાણુશે. એ જ તેની વિશેષતા છે. હવે થોડી વ્યક્તિઓના અંગત ઉપયોગ માટે રચાયેલું “આત્મસિદ્ધિશાસ્ત્ર” ગ્રંથરૂપે કઈ રીતે પ્રસિદ્ધ થયું તે જોઈએ.
૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૮૦. ૧૧. એજન, પૃ. ૧૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org