________________
૫. આત્મસિદ્ધિશાસ્ર
“ આત્મસિદ્ધિશાસ્ર ની ગ્રંથમાં પ્રસિદ્ધિ
શ્રીમની હયાતી દરમ્યાન તેમનુ “ ભાવનાબાધ ”, “ મેાક્ષમાળા ”, “ સ્ત્રીનીતિાધક વિભાગ ૧” આદિ ચાડુ' સાહિત્ય જ પ્રગટ થયું હતુ, અને તે પણ તેમની ૨૦ વર્ષની વય પહેલાં. તે પછીથી તેમણે પેાતાની અન્ય કૃતિઓને જીવનના અંતસમય સુધી પ્રસિદ્ધ કરી ન હતી. તે કૃતિએ માત્ર તેમના નિકટવાસી મુમુક્ષુઓના ઉપયાગ પૂરતી મર્યાદિત રહી હતી. અને તેમાં પણુ “ આત્મસિદ્ધિ ” તે કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓમાં જ જાણીતી હતી. વિ. સ’. ૧૯૫૭ના ચૈત્રમાસમાં શ્રીમનું અવસાન થયું. તે પછીથી તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને શ્રીમદ્નું બધુ... જ સાહિત્ય પ્રગટ કરવાની ઇચ્છા થઈ. તેમણે શ્રી અંબાલાલભાઈ આદિની સહાય લઈ તે વિશે સંશાધન કર્યું, અને વિ. સ’. ૧૯૬૧માં શ્રીમની પ્રેરણાથી સ્થપાયેલ પરમશ્રુત પ્રભાવક મંડળ ” તરફથી, શ્રીમના ઉપલબ્ધ સાહિત્યને “શ્રીમદ્ રાજચંદ્ર " ગ્રંથમાં પ્રસિદ્ધ કરાવ્યુ. આ ગ્રંથમાં તેમણે શ્રીમદ રચિત “આત્મસિદ્ધિ ’ને પણ સ્થાન આપ્યુ. આમ વિ. સં. ૧૯૬૧ માં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” સૌપ્રથમ લેાકેાની જાણમાં આવ્યું.
વિ. સં. ૧૯૬૧ પછી વિ. સ’. ૧૯૬૪માં મનસુખભાઈ એ ફક્ત “ આત્મસિદ્ધિશાસ્ર ’ને પ્રતાકારે છપાવીને પ્રગટ કર્યું. અને તેમાં તેમણે એ રચનાનું મહત્ત્વ બતાવતા લગભગ ૫૦ પાનાંના ઉપાદ્ઘાત લખ્યા હતા. તેમાં તેમણે આ પદ્મના પ્રકાશન અર્થે લખ્યુ હતું કેઃ—
૨૫૫
66
ચપ આ ગ્રંથ એક વ્યક્તિને અર્થે લખવામાં આવ્યા હતા, તથાપિ જ્ઞાની પુરુષોનાં વચના એક વ્યક્તિને અર્થે લખાયાં હોય તેપણ તે સર્વ જીવેાને સમાન ઉપકારક હોવાથી તેને જાહેર પ્રસિદ્ધિ આપવામાં આવી છે.”૧૨
આ ઉપરાંત આ શાસ્ત્રની પ્રત્યેક ગાથાના શ્રા અ‘બાલાલભાઈએ કરેલા અથ, તે શાસ્ત્રની અમુક કડીએ. સમજાવતા શ્રીમદ્દે લખેલા પત્રા, વગેરેના સમાવેશ પણ આ પુસ્તકમાં કરાયા હતા. આ પુસ્તક એ “ આત્મસિદ્ધિશાસ્ત્ર ”ના પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ તરીકે ઘણું અગત્યનું છે.
''
વિ. સ’. ૧૯૬૪ પછી તા “ પરમશ્રુત પ્રભાવક મ`ડળ ” તરફથી પ્રગટ થયેલી “ શ્રીમદ્ રાજચંદ્ર ”ની પ્રત્યેક આવૃત્તિમાં તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસ ’” તરફથી પ્રગટ થયેલી “ શ્રીમદ્ રાજચદ્ર”ની આવૃત્તિઓમાં આત્મસિદ્ધિશાસ્ત્ર ”, અબાલાલભાઈ એ કરેલા અથ સાથે, પ્રગટ થયેલ છે. કેટલીક વ્યક્તિઓએ આ શાસ્ત્રનુ સ્વતંત્ર રીતે સંપાદન કરી અર્થે પ્રગટ કરેલ છે. આ ગ્રંથને કેટલાકે અન્ય પદ્યગ્રંથમાં પણ સ`પાદિત કર્યાં છે, તા કેટલાકે તેના વિસ્તારથી અર્થ સમજાવતાં સ્વતંત્ર પુસ્તકા પણ સંપાતિ કર્યા છે. આમ વિ. સ. ૧૯૬૪ પછીથી ૯ આત્મસિદ્ધિશાસ્ર ”ને શ્રીમની અગત્યની કૃતિ તરીકે જુદા જુદા અનેક સ ંગ્રહામાં સ્થાન મળતું રહ્યું છે તથા સ્વતંત્ર પુસ્તકરૂપે પણ એ પ્રગટ થતું રહ્યું છે, અને એ રીતે એ, લેાકેાના વાચન તથા મનનને વિષય અનતું રહ્યું છે.
૧૨. “ આત્મસિદ્ધિ ''ની પ્રસ્તાવના, મ. ૨. મહેતા, પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org