________________
૧૬૮
શ્રીમદની જીવનસિદ્ધિ આમ કહી એ નવે તને અનુક્રમે ચકમાં ગોઠવી તેમણે ૯૩માં પાઠમાં બતાવ્યું છે કે, તેમાં સૌથી નિકટ જીવ તથા મેક્ષ છે – પછી વાંચવામાં ભલે તે પહેલા તથા છેલ્લે આવતા હાય. આ ચક જોઈને કેઈને એવી આશંકા થાય કે, “જ્યારે બંને નિકટ છે ત્યારે બાકીનાં ત્યાગવાં?” તે તે વિશે તેઓ મક્કમતાપૂર્વક જણાવે છે કે –
“જે સર્વ ત્યાગી શક્તા હે તે ત્યાગી દે, એટલે મેક્ષરૂપ જ થશે. નહીં તે હેય, ય, ઉપાદેયને બોધ લે, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૩૧ આમ નવ તત્ત્વની વિચારણાર્થે શ્રીમદે આ પાઠમાં ખૂબ ભારપૂર્વક જણાવ્યું છે. “તત્ત્વાવબોધ”ના પાઠે રચવાનો ઉદ્દેશ જણાવતાં શ્રીમદ્દ ૯૪માં પાઠમાં લખે છે કે –
“જે જે હા કહી ગયો છે તે કંઈ કેવળ જૈન કુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થબુદ્ધિથી કહું છું.” - “તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્તવ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે તે છે. જિનેશ્વરેને એવું કંઈ પણ કારણ નહતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બધાઈ જવાય. આશંકા કરશે કે, એ અજ્ઞાની નહેતા એમ શા ઉપરથી જણાય? તે તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું. અને એમ જે કરશે તે તે પુનઃ આશકા લેશ પણ નહિ કરે. જૈનમત પ્રવર્તકેએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી. તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ વેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બંનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય જૈન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એ દેવ નથી; તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે.”૩૨
આ તથા આવાં અન્ય વચનથી શ્રીમદ્ ૯૪ તથા ૯૫ એ બે પાઠમાં જૈનધર્મની ઉત્તમતા દર્શાવી છે. પણ પિતે તે ધર્મને શા માટે શ્રેષ્ઠ કહે છે તે વિશેની વિચારપૂર્વકની દલીલો શ્રીમદ્ ૬ થી ૯૮ એ ત્રણ પાઠમાં આપી છે. લોકો ગાડરિયા પ્રવાહની જેમ તણાતા હોવાથી, સારાસાર વિવેકનું તેલન કરતા નથી, અને ઘેઓઘ ગમે તે ધર્મને સત્ય માનીને ચાલે છે. વળી, જૈનધર્મ જગર્તા તરીકે પરમેશ્વરને માનતા નથી, તેથી તે ધર્મ
૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૪. ૩૨. એજન, ૫, ૧૨૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org