________________
૪. પ્રકીર્ણ રચનાઓ
२०३ ત્રીજી ગરબી “પરમેશ્વરની લીલા”માં જગતકર્તા પરમેશ્વરને પૂજવો જોઈએ તે તેમણે બતાવ્યું છે. સુખ મેળવવા તથા દુઃખથી છૂટવા નીતિ આચરવી, સત્ય બોલવું, તથા બાગ, ઝાડ, પર્વત, નદીઓ, દરિયો, પક્ષી, પ્રાણી વગેરેના રચયિતા ઈશ્વરને ભજવા માટે તેમણે આ ગરબીમાં કહ્યું છે.
આ ત્રણે ગરબીઓમાં આપણે જોઈ શકીએ છીએ કે, શ્રીમદ્દ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારે છે. તેમની એ માન્યતા “મોક્ષમાળા” તથા “ભાવનાબેધ”ની રચના વખતે નિમૂળ થઈ ગઈ હતી. તેમાં તેઓ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવાથી આવતા દોષેનું પૃથક્કરણ કરતા દેખાય છે, જે માન્યતા તેમના અંતકાળ સુધી ચાલુ રહી હતી. એ પરથી આપણે કહી શકીએ કે આ રચનાઓ તેમની ઘણી નાની વયની હેવી જોઈએ, કે જ્યારે તેમને જગતકર્તામાં શ્રદ્ધા હતી. લગભગ ૧૫ વર્ષ આસપાસથી તે તેમની એ માન્યતા છૂટી ગઈ હતી. તેથી આ રચનાઓ તે પહેલાંની હોય તેમ અનુમાન કરી શકાય.
ચેથી “ક્ષણભંગુર દેહ વિશે”ની ગરબીમાં નાશવંત દેહનો ભરોસો કર્યા વિના ભગવાનની ભક્તિ કરવાને ઉપદેશ કર્યો છે. રાજા, રાણા, મૂરખ, ડાહ્યા, વિર્ભાવશાળી વગેરે કેાઈ કાળથી બચી શક્યા નથી, તે બતાવી દેહની ક્ષણભંગુરતા વિચારી પરલોકમાં પણ કામ આવે તેવાં પુણ્ય બાંધવા માટે કર્તા ઈશ્વરને ભજવા કહે છે –
“અવધ વયેથી જાવું બેની એકલા, સાથે ન મળે કોઈ તણે સંગાત જે, ક્ષણભંગુર જાણીને તું તો દહને,
ભજજે ભાવ ધરી ભગવાન જે.” આમ સરળ ભાષામાં પરમેશ્વરનું પ્રભુત્વ દર્શાવવા તેને ભજવાનો ઉપદેશ તેમણે આ ગરબીઓમાં આપ્યું છે.
શાણી માતાએ પુત્રીને દીધેલી શિખામણ” નામની પાંચમી ગરબીમાં સાસરે જતી પુત્રીને સાસરા પક્ષની દરેક વ્યક્તિ સાથે કેમ વર્તવું તે વિશે તેની માતા શિખામણ આપે
માતા સર્વથી સંપીને ચાલવાની સલાહ, વિવેકથી વર્તવાની સલાહ, ક્રોધ ન કરવાની સલાહ વગેરે શાંતિ મેળવવા માટે ઉપયોગી સલાહ આપે છે. તેમાં પણ વાંચન પર ભાર મૂકતાં તેઓ લખે છે કે :
“વાંચ્યાનું તે કામ હંમેશાં રાખજે, પવિત્રતાને પાળી પુત્રી ધર્મ છે વર્યાની રીત વેગે તું સાચવી,
સમજી લેજે ટે સાચે ભર્મ જે.” ૬. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૪. ૭. એજન, પૃ. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org