________________
પ્રકરણ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર
* આત્મસિદ્ધિશાસ્ત્રને નામે ઓળખાતી શ્રીમની આ પદ્યરચના તેમની સર્વ કૃતિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં ગાથા તો માત્ર ૧૪ર જ છે, પણ તેમાં નિરૂપાયેલા તત્ત્વજ્ઞાનને લીધે તે અન્ય શ્રેષ્ઠ ગણાતા ગ્રંથની હરોળમાં બેસી શકે તેમ છે. શ્રી મનસુખભાઈ ૨. મહેતાએ ગ્ય જ લખ્યું છે કે –
ગ્રંથગૌરવ માત્ર ૧૪ર દોહરાનું છે. તથાપિ જગત્રિખ્યાત આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરિપ્રણીત “ષડ્રદશનસમુચ્ચય' ગ્રંથ જે માત્ર ૮૬ બ્લોકને છે, છતાં તેમાં સર્વ દર્શનનું સ્વરૂપ યથાતથ્ય રીતે દર્શાવી તત્ત્વજ્ઞાનનુભવીઓને અપ્રતિમ હર્ષનું કારણ આપ્યું છે, અને તેને લઈને તેના પર અનેક ગહન ટીકાગ્ર લખાયા છે, તેમ આ ગ્રંથનું ગૌરવ ઘણું અલ્પ છતાં તેમાં સર્વ દર્શનાને અંતિમ હેતુ પ્રગટ કરી બતાવ્યું છે.”૧ આ ગ્રંથ વિશે શ્રીમદનો અભિપ્રાય નાંધતાં મનસુખભાઈ લખે છે કે –
આ ગ્રંથનું ગૌરવ ૧૪૨ દોહરાનું છે, છતાં તે ઉપર ૧૪૨૦૦ શ્લેની ટીકા લખાઈ શકે તેમ છે, એમ એક પ્રસંગે ગ્રંથકર્તાપુરુષે કહ્યું હતું. ૨
આ વચન પરથી આ ગ્રંથની ગહનતાને ખ્યાલ આવી શકશે. તે વિશે ગમે તેટલાં પૃષ્ટ લખાય તો પણ તે ઓછાં પડે એટલાં નય અને તે તેમાં ભર્યા છે. આ કૃતિની સૂત્રાત્મકતા વિશે શ્રી બ્રહ્મચારી ગેવિનદાસજીએ લખ્યું છે કે –
શ્રીમદ્ રાજચંદ્રની આ અનુપમ કૃતિ સૂત્રાત્મક છે. તેનો વિસ્તાર વિવેકી વાચકવર્ગને શાંતિપૂર્વક કર્તવ્ય છે. તેઓશ્રીએ પોતે જ જવેલ છે કે આસિંદ્ધિની ૧૪૨ કડીઓમાંની દરેક કડી પર સે- કડીઓ લખાય તેમ છે. આ આ ગહન ગ્રંથ છે. એમ છતાં એને એવી શૈલીમાં રજૂ કરેલ છે કે દરેકને તેની યોગ્યતા પ્રમાણે કઈ ને કઈ ગ્રહણ થાય અને જેમ જેમ તેનો અભ્યાસ વધે તેમ તેમ તેની મહત્તા પણ વિશેષ ભાસવા લાગે.”૩ ૧. “આત્મસિદ્ધિશાસ્ત્ર”, સંપા. મ. ૨. મહેતા, આ. ૧, પ્રસ્તાવના પૃ. ૨. ૨. એજન, પૃ. ૪૬. ૩. “શ્રીમદ્ રાજચંદ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org