________________
૨૫૦
શ્રીમદની જીવનસિદ્ધિ શ્રીમદે આમ તત્ત્વસભર ગણાવેલી “આત્મસિદ્ધિ”માં મુખ્યત્વે આત્માનું ચિંતન જ આપ્યું છે એ રીતે જોતાં આ ગ્રંથ દ્રવ્યાનુયેગનો કહી શકાય. જૈન દર્શનમાં શાસ્ત્રો ચાર પ્રકારે વહેચાયેલાં છે. આ પ્રકારને અનુગ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ ૧. દ્રવ્યાનુયેગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણાનુયોગ, અને ૪. ધર્મકથાનુયોગ. લોકવિશ્વમાં રહેલાં દ્રવ્યો, તેનાં ગુણ, ધર્મ, પર્યાય તથા સ્વપદ વિજ્ઞાનાદિની પ્રરૂપણું જેમાં હોય તે દ્રવ્યાનુયોગ. ગૃહસ્થ તથા મુનિઓએ કેમ વર્તવું, કેવી ધર્મ આચરણ કરવી એ આદિ વિશેની પ્રરૂપણા જેમાં હોય તે ચરણાનુયોગ. ગુણસ્થાન, જીવ, કર્મ તથા ત્રિલોકના પદાર્થનું ગણતરીપૂર્વકનું નિરૂપણ જેમાં હોય તે ગણિતાનુયોગ. અને તીર્થકર, ચક્રવર્તી આદિ પુરુષોનાં ધર્મચારિત્રની કથાઓ જેમાં નિરૂપી હોય તે ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયેગની વિશેષતા પરમપુરુષોની વાણું અનુસાર શ્રીમદે નીચે પ્રમાણે બતાવી છે –
“દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષમ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. અંક્લયાનના અનન્ય કારણ છે. શલાન વડે કેવળજ્ઞાન સમૃતપન્ન થાય ? વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષનાં ચરણકમળની ઉપાસનાનાં બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણમી, પરમ વીતરાગ દષ્ટિવલત, પરમ અસંગ, એવા મહાત્મા પુરુષે તેના મુખ્ય પાત્ર છે. તે આય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.”
આત્મસિદ્ધિશાચ”માં નિરૂપાયેલા વિષયોમાં સૌથી અગત્યનું દ્રવ્ય તે “આત્મા” છે. આત્માની પ્રતીતિ આવે તે સમ્યગ્દર્શન થાય, એ દષ્ટિએ આ ગ્રંથનું મહત્તવ કેટલું હોવું જોઈએ ? આ ગ્રંથની વિશેષતા એ છે કે તે ફક્ત ચાર જ વ્યક્તિને લક્ષમાં રાખીને લખાયો હતો, છતાં સર્વ મુમુક્ષુઓને માટે તે ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે.
“આત્મસિદ્ધિશાસ્ત્રની રચના માટેનું નિમિત્ત
વિ. સ. ૧૯૫૦માં શ્રી લઘુરાજસ્વામીની તબિયત સારી નહોતી રહેતી તે વખતે તેમની વિનંતીને માન આપીને તત્ત્વજ્ઞાનનો બોધ આપતાં આત્માનાં છ પદ – આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે – સમજાવતે એક પત્ર શ્રીમદે ગદ્યમાં લખીને તેમને વાંચવા, વિચારવા તથા મનન કરવા મોકલ્યો હતો. તે પછી વિ. સં.
૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૩૨, આંક ૮૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org