________________
૪. પ્રકીર્ણ રચનાઓ
૨૩૧ સમાવેશ થાય છે. તેમાંથી બાર ભાવનાઓના હિંદીમાંથી અનુવાદ કરવાની શરૂઆત શ્રીમદ દ્વાદશાનુપેક્ષા” શીર્ષક નીચે, તેમના ૧૭મા વર્ષ પહેલાં, કરી હતી.
આ બાર ભાવનાઓ તે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સવર, નિ
સ્વરૂપ, ધર્મદુલભ અને બોધદુર્લભ ભાવના. આરંભમાં આ ભાવનાઓનાં નામ આપી, તે ભાવનાઓ પર વિચાર કરવાથી જીવનું ઘણું હિત થાય છે. અને વૈરાગ્યને પિષવા માટે તેનું ચિંતન હમેશાં કરવું જોઈએ એમ સમજાવતાં લખ્યું છે કે –
આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જેનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તણાયમાન થયેલા જીવોને શીતલ પવનની મધ્યમાં નિવાસ સમાન છે. ૮૨
તે પછી ભાવના વિશેનો અનુવાદ શરૂ થાય છે. તેમાં પહેલી બે ભાવનાઓનો સંપૂર્ણ અનુવાદ થયેલો છે, અને ત્રીજી સંસારભાવનાનો અનુવાદ અધૂરો રહેલો છે. તે પછીની ભાવનાઓનો અનુવાદ થયેલો જ નથી. આ અનુવાદ થયા પછી થોડા સમયે તેમને તે વિશે “ભાવનાબોધ” નામને સ્વતંત્ર ગ્રંથ મળે છે.૮૩ તે ગ્રંથમાં તેમણે બારે ભાવના સમજાવી છે, અને તેમાંથી દસ ભાવનાને પુષ્ટ કરતાં દૃષ્ટાંતે પણ આપ્યાં છે.
અનિત્યભાવનામાં દરેક વસ્તુ નાશવંત છે તે જુદી જુદી રીતે સમજાવ્યું છે, જેમ ઘર, લકી, સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિનો નાશ થઈ જાય છે તેમ પિતાને દેહ પણ નાશવંત છે, તે જાણવું તે અનિત્યભાવના. તે અનિત્યતા જણાવતાં લખે છે કે –
જેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસે સંકેત કર્યા વિના કર્મોવશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન. સંપદા, આજ્ઞા, એશ્વર્ય, રાજ્ય, ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયેગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર રહેશે નહિ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તે અસ્ત થઈ પાછા ઊગે છે, અને હેમંત, વસંતાદિ ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે. પણ ગયેલ ઇદ્રિ, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ-ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે.”૮ ૪
આ ઉપરાંત બીજી અનેક રીતે પણ સંસારની અનિત્યતા આ ભાવનામાં સમજાવી છે. તે વિચારીને, સમજીને જીવે આત્મહિત કરી લેવું એ કર્તવ્ય છે તે અહી ઉપદેશાવ્યું છે.
૮૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬. ૮૩. આ વિષે આગળ જુઓ પ્રકરણ ૨ : “ભાવનાબેધ”. ૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org