________________
૨૨૯
૪. પ્રકીર્ણ રચનાઓ
રાણ સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણ તણા, શ્રોતી નમી ભૂપતિ; સંવાદ પણ ઇન્દ્રથી દઢ રહ્યો, એકવ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.”૭૮ અહીં નમિરાજા એકત્વ કયા પ્રસંગથી પામ્યા, તે પામ્યા પછી ઈન્દ્ર કસોટી કરવા આવ્યા ત્યારે તેમની સાથે પોતાના મતમાં કઈ રીતે દઢ રહ્યા અને કસોટીમાંથી પાર ઊતર્યા, તે સર્વ તેમણે ફક્ત ચાર પંક્તિઓમાં સ્પષ્ટતાથી સમજાવ્યું છે. આખી ભાવનાનો સાર, કથા વગેરે પણ અહીં સરળ ભાષામાં જ અપાયેલાં છે. વળી, તેમાં તેમની એગ્ય શબ્દની પસંદગી તરત જ જણાઈ આવે છે.
આ રચનાઓમાં બીજે નજરે તરી આવતે ગુણ તે તેની સચોટતાને છે. તે વાંચીએ ત્યારે તેની હૃદય પર સ્પષ્ટ છાપ ઊઠે છે. ઉદાહરણ તરીકે અનિત્યભાવના વિશેની તેમણે ઉપજાતિ છંદમાં રચેલી પંક્તિઓ જુઓ –
વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ.” લક્ષ્મી, સત્તા, આયુષ્ય, કામગ વગેરે કેવા અનિત્ય છે તે તેમણે એગ્ય રૂપકો દ્વારા અહીં સ્પષ્ટ કર્યું છે. લક્ષ્મીની ચંચળતા વીજળીના રૂપક દ્વારા જેટલી સ્પષ્ટ થાય તેટલી બીજાથી થાત કે કેમ તે શંકાસ્પદ છે. એવું જ અન્ય વિશે પણ છે.
સોળ વર્ષની નાની વયે તેમનામાં કેટલું કવિત્વ હતું તે આ રચનાઓ સ્પષ્ટ કરે છે. તેમને મળેલું “કવિ ” તરીકેનું બિરુદ આવી રચનાઓને લીધે જ મળ્યું હશે ! આ રચનાઓ સ્મૃતિમાં રહી જાય તેવી છે.
આ રચનાઓમાં ભાષાની સરળતા, સ્પષ્ટતા, સ્વાભાવિકતા તથા પ્રવાહિતા જોવા મળે છે. ઉપરાંત, અર્થગાંભીર્ય અને તત્ત્વચિંતન તેનાં વિશેષ આકર્ષણ-ત બની ગયાં છે. તત્ત્વચિંતક પ્રત્યેક ભાવના વિશે કયા દૃષ્ટિકોણથી જુએ તે તેમણે અહીં રજૂ કર્યું છે, તેમ જણાય છે.
“મોક્ષમાળાની રચનાઓ
મોક્ષમાળા”ના ૧૦૮ પાઠમાંથી ૮ પાઠ શ્રીમદે પદ્યમાં રચ્યા છે. તેમાં વિષયવૈવિધ્યની સાથે કેન્દ્રમાં ધર્મ જ રહે છે. આ પદ્યપાઠે આ પ્રમાણે છેઃ સર્વમાન્ય ધર્મ,
૭૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. ૭૯. એજન, પૃ. ૩૬. ૮૦. આ રચાનાની વિશેષ વિગત માટે જુઓ પ્રકરણ ૩ : “મોક્ષમાળા ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org