________________
૨૨૮
શ્રીમદની જીવનસિદ્ધિ
પ્રકીર્ણ દેહરાઓ૭૬
શ્રીમદ્દ રચિત જુદા જુદા વિચારો વ્યક્ત કરતા પાંચ દેહરા “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં મળે છે. તેમાં દુઃખરહિત કેઈ નથી, પણ દુઃખના વેદન કરવામાં ફેર છે; પાપથી મુક્ત થવા માટે વીતરાગની વાણી સિવાય કોઈ બીજુ સાધન કામ આવતું નથી; વીતરાગવચનો શાંતિ આપનાર તથા ભવમુક્તિ કરાવનાર છે; રાગદ્વેષ એ સર્વ અનર્થનું મૂળ છે વગેરે વિચારે અસરકારક ભાષામાં રજૂ કર્યા છે. તેને મુક્તક કે સુભાષિતા તરીકે છૂટથી ઉપગ થઈ શકે તેમ છે; જેમ કે :
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય, જ્ઞાની વેદે થયેથી, અજ્ઞાની વેદે રેય.”
અથવા “વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ;
ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.”૭૭ અનુભવના નિચોડરૂપ આ દોહરાઓમાં લોકસાહિત્યમાં જોવા મળતા દોહરાના જેવી જ સચોટતા પણ જોવા મળે છે, જે નાની ઉંમરમાં શ્રીમદ્દે પ્રાપ્ત કરેલી પ્રૌઢતાનું સૂચન કરે છે.
ભાવનાબેધ”ની પદ્યરચનાઓ
ભાવનાબેધ”માં દીર્ઘ કહી શકાય એવી એક પણ રચના નથી. પરંતુ પહેલી છે ભાવનાએ સમજાવતી ચાર-ચાર પદ્યપંક્તિઓની મુક્તકના પ્રકારની રચના પ્રત્યેક ભાવનાની શરૂઆતમાં તેમણે આપી છે. આ ઉપરાંત અન્યત્વ તથા એકવ ભાવનાની પ્રમાણુશિક્ષામાં પણ આખા પ્રસંગને સમજાવતી પદ્યપંક્તિઓ તેમણે રચી છે, અને અંતમાં બધી ભાવનાઓ વિશે એક દોહરો રચ્યું છે. આમ કુલ ૯ રચના “ભાવના ધર્મમાં જોવા મળે છે.
આ પદ્યપંક્તિઓમાં સંસારની અનિત્યતા, જીવની સંસારમાં અશરણુતા, જીવનું એકત્વ, બીજા જીવો કે સાંસારિક પદાર્થોનું જીવ માટે અન્યત્વ, દેહની અશુચિ વગેરે વિષય તરીકે નિરૂપણ પામ્યાં છે, તે પ્રત્યેક ભાવનાના અર્થને સ્પષ્ટ કરે છે. પ્રમાણશિક્ષામાં આપેલી પતિઓ તેમણે તે ભાવનાને લગતાં આપેલાં દૃષ્ટાંતો તથા તેમાંથી તારવેલે સાર દર્શાવે છે. આમ જોઈએ તે દરેક રચના બધગર્ભિત છે, તેમ છતાં તે પંક્તિઓ સીધા-સાદા ઉપદેશમાં સરી પડતી નથી. વળી, પ્રત્યેક રચના માટે તેમણે જુદા જુદા છંદમાં – જેમ કે ઉપજાતિ. શાર્દૂલવિકીડિત, હરિગીત, દોહરા વગેરે– પ્રજયા છે. માત્ર ચાર જ પંક્તિમાં ઘણું વક્તવ્ય સમાવ્યું હોવા છતાં પણ એમાં દુર્બોધતા આવતી નથી, તેમ જ ભાષાની સરળતા પણ જળવાઈ રહે છે, એ એની વિશેષતા છે. એકવ ભાવનાની પ્રમાણુશિક્ષામાં તેમણે શાર્દૂલવિક્રીડિતમાં આપેલી પંક્તિઓ જુઓ –
૭૬-૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org