________________
૨૩
શ્રીમની જીવનસિદ્ધિ
દીધા હશે તેમ લાગે છે. કારણ કે આ વિષયને લગતા “ મેાક્ષમાળા” નામના ગ્રંથ આપણને પછીથી મળે છે.
“ સ્વરાયજ્ઞાન ’” પરની ઢીકા
શ્રી ચિદાનંદજી મહારાજના “સ્વરાયજ્ઞાન ”નું રહસ્ય પ્રગટ કરવાના હેતુથી, તેના પર ટીકા લખવાની શરૂઆત શ્રીમદ્દે વિ. સં. ૧૯૪૩માં કરી. તે ગ્રંથની પ્રસ્તાવનાના અને ટીકાના છૂટક છૂટક ભાગ “ શ્રીમદ્ રાજચ'દ્ર '' 'થમાં સ`ગ્રહાયેલા મળે છે. પર`તુ તે લખાણુ તૂટક હાવાથી શ્રીમદ્ વિશેની કાઈ સ્પષ્ટ છાપ આપણને આ લખાણમાંથી મળી શકતી નથી.
પ્રસ્તાવનાની શરૂઆતમાં અર્ધ હિંદી તથા અર્ધ ગુજરાતી ભાષામાં લખાયેલા આ ગ્રંથના લેખન પાછળના કર્તાના હેતુ તેમણે બતાવ્યા છે. તે પછી ચિદાનંદજી મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા આપી, તેમની આત્મદશા કેવી ઊંંચી હતી તે બતાવ્યુ છે. પણ રૂપરેખા અપૂર્ણ મળે છે,
એ જ રીતે અહીં જેટલા શ્લાક વિશે લખાણ મળે છે તે પણ સળ ́ગ નથી. કેટલાક આફ્રિ ભાગના શ્લેાક લાગે છે, તે કેટલાક મધ્યભાગના પણ લાગે છે. તેથી આ ટીકા તેમણે આખી લખી હશે કે કેમ તેના ખ્યાલ આવી શકતા નથી. પરંતુ પ્રસ્તાવનાના કેટલાક ભાગ મળે છે, તે પરથી એવુ અનુમાન થાય છે કે તે ટીકા પૂરી લખાઈ હશે; જેમ કે ઃ—
હું આ ગ્રંથ સ્વરાય વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિશે કેટલીક પ્રસ્તાવના કરવી ચેાગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરુ` છું. ૯૬
ગ્રંથ પૂરા થાય તેા જ વાચક પાસે જાય એમ ગણીએ તે તે પૂરા થયા હોવા જોઈએ. પણ તે લખાયા કે છપાયા વિશે બીજી માહિતી મળતી નથી. જૈનેતર દર્શનમાં આયુષ્ય જાણવામાં ઉપયાગી થાય એવા “કાલજ્ઞાન ” નામના ગ્રંથની તથા બીજા ગ્રંથોની સહાયથી આ ગ્રંથ રચ્યા છે એવી નોંધ તેમાં મળે છે.
શરૂઆતમાં એ દોહરા, દરેક શબ્દના અર્થ જણાવી, વિસ્તારથી સમજાવ્યા છે. પછીના તા સામાન્ય હોવાથી માત્ર ભાવાર્થ આપ્યા છે. તેમાં લગભગ તેર જેટલા દોહરા વિશે શ્રીમદ્દે લખ્યું છે. પણ તે એવા જુદા જુદા સ્થાનને લગતા છે કે તે પુસ્તકના વિષય પણ સ્પષ્ટ સમજવા મુશ્કેલ છે. જુએ
--
“નાડી તા તનમેં ઘણી, પણ ચૌવિસ પ્રધાન; તામે નવ પુનિ તાહુમૈ', તીન અધિક કર જાન, ૩૯૭
આવી ત્રણચાર કડી શરીરની નાડી વિશે છે. તા તે પછી — “ શ્રીમદ્ રાજદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૬. ૯૬. એજન, પૃ. ૧૫૯. ૯૭. એજન, પૃ. ૧૬૧.
૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org