________________
२३४
શ્રીસદની જીવનસિદ્ધિ
" जीवा चेव अजीवा य एस लोए वियाहि ।
अजीवदेसमागासे अलोगे से वियाहिए ॥ ८१ આ શ્લોકના અનુવાદમાં શ્રીમદે લખ્યું છે કે –
જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લોક કહેલ છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે.”૯ ૨
તેમણે ચાલુ કરેલ જીવ અને અજીવના નિરૂપણ કરતા લોકોને અનુવાદ અહીં અપૂર્ણ રહેલો છે.
મુનિસમાગમ
વીસ વર્ષની ઉંમર પહેલાં લખવાનું ચાલુ કરેલો શ્રીમદના આ લેખ અપૂર્ણ રહ્યું છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવી શકે એ ગ્રંથ રચવાની શ્રીમદ્દની ઈચ્છા હતી. તે માટે તેમણે આ લેખ લખવાનું શરૂ કર્યું હતું, પણ તે દ્વારા પિતાનો ઉદ્દેશ બરાબર સિદ્ધ થતો હોય એમ ન લાગવાથી શ્રીમદે તે પૂરા ન કર્યો. અને ત્યાર પછી “મોક્ષમાળાની રચના તેના અનુસંધાનમાં કરી. આમ આ લેખ “મેક્ષમાળા”ના પૂર્વરૂપ જ છે.૯૩
- આ લેખમાં શ્રીમદ્ આપવા ધારેલો બોધ કથા દ્વારા વ્યક્ત કર્યો છે. ઉજ્જયિની નગરીને રાજા ચંદ્રસિંહ સાચા ધર્મ પામવા માટે એક ધર્મનું અનિષ્ટ જોઈ, બીજા ધર્મ તરફ વળે છે, તેનું અનિષ્ટ જોઈ તે ત્રીજા તરફ વળે છે, પછી ચોથા તરફ વળે છે; એમ વારંવાર ધર્મ પરિવર્તન કરે છે, અને જૈનધર્મ સિવાયના અનેક ધર્મનું પાલન કરી જુએ છે. જનધર્મમાં માત્ર વૈરાગ્યની જ વાત આવતી જાણવાથી તે તરફ તેને શ્રદ્ધા થતી નથી. પરિણામે તે નાસ્તિક બની જાય છે, અને અનેક પ્રકારનાં પાપકર્મ આચરે છે.
' એવી નાસ્તિક મદશામાં એક વખત હરણનો શિકાર કરવા તે જાય છે. તે વખતે જીવ બચાવવા દોડતા હરણની પાછળ પડેલો રાજા પોતાના સૈન્યથી જુદો પડી જાય છે અને ભયંકર ઝાડીમાં આવી પડે છે. તે વખતે તે ખૂબ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. એ ઝાડી વચ્ચે દોડતાં દોડતાં ઘડે ઠોકર ખાવાથી લથડે છે, અને રાજા નમી પડે છે. તેનો એક પગ પેગડામાં અને બીજે જમીનથી એક વહેત ઊંચે રહે છે. એટલે કે રાજા ઘડાની પીઠ અને જમીન વચ્ચે લટકતો રહી જાય છે. એકાએક ઊથલે આવવાથી રાજાના મ્યાનમાંથી તલવાર પણ અડધી બહાર નીકળી પડે છે. એટલે રાજા પાછો ઉપર ચડવા જાય છે તે તલવાર ગરદનમાં વાગે એવી વિચિત્ર સ્થિતિ ઊભી થઈ જાય છે. તેથી તે હળવેથી નીચે ઊતરવાનો વિચાર કરી નીચે જુએ છે તો એક કાળા નાગને ડસવા તલસતે
૯૧. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૩૬, શ્લોક ૨. ૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૪. ૯૩. જુઓ આગળ “મોક્ષમાળા”, પ્રકરણ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org