________________
૪. પ્રકીર્ણ રચનાઓ
૨૩૩ આ વાક્યનો અનુવાદ શ્રીમદે આ પ્રમાણે કર્યો છે –
“આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશે, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહિ આપશે તે બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ આત્મકાય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે.”૮૮
___“सो नरककी उष्णताके जणावने• इहां कोउ पदार्थ दीखने में जानने में आवे नाही, जाकी सदृशता कही जाय ? तो हू भगवानके आगममें असा अनुमान उष्णताका कराया है जो लक्ष योजनाप्रमाण मोटा लोहेका गोला छोडिये तो भूमिळू नहि पहुंचत प्रमाण नरकक्षेत्रकी उष्णताकरि રસવ હોય ઘહિં ગાય હૈ ”૮૯ એ નરકની ઉષ્ણતા વર્ણવતાં વાક્યોને અનુવાદ કર્તાએ આ રીતે કર્યો છે –
તે નરકની ઉણતા જણાવવાને માટે અહીં કઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદશતા કહી જાય; તોપણુ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ એંજનપ્રમાણ મેટા સેઢાના ગોળા છેડીએ તે તે નરકભૂમિને નહિ પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ જાય છે.”૯૦
આમ શબ્દશઃ ભાષાંતર હોવા છતાં આપણને વાંચતી વખતે ભાગ્યે જ એવું લાગે છે કે તે ભાષાંતર હશે. મૂળને વિચારપ્રવાહ ભાષાંતરમાં પણ એટલી જ સરળતાથી અને સ્વાભાવિક્તાથી વહે છે.
“જીવાવવિભક્તિ”
ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૩૬માં અધ્યયનને અનુવાદ શ્રીમદે આ શીર્ષક નીચે આપ્યો છે. તેમાં પહેલા બાર શ્લોકનો અનુવાદ કરેલ છે, અને બાકીના શ્લોકનો અનુવાદ કર્યો નથી.
આ સૂત્રના ૩૬મા અધ્યયનમાં જીવ અને અજીવ વચ્ચેનો ભેદ સમજાવ્યા પછી બંનેના ભિન્ન ભિન્ન વિભાગે પાડી તેનાં લક્ષણે તેમાં સમાવ્યાં છે. શ્રીમદ્દે કરેલા બાર શ્લોકના અનુવાદમાં જીવ અને અજીવ વરચેનો ભેદ તથા અજીવન વિભાગ સુધીનું વર્ણન આવે છે. તે પછી અજીવનાં લક્ષણે વિસ્તારથી બતાવ્યાં છે. તે લોકો તથા જીવ વિશેની બધી માહિતી આપતા શ્લોકોને અનુવાદ થયો નથી. આ અનુવાદ લગભગ શબ્દશઃ છે. દાખલા તરીકે જુઓ બીજે લોક –
૮૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૭, ૮૯. “શ્રી રત્નકાંડશ્રાવકાચાર”, હિંદી ટીકા સાથે, પૃ. ૩૨ ૮. ૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨.
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org