________________
૪. પ્રકીર્ણ રચનાઓ
૨૪૧ અહીં આપેલાં સાત વચનોમાંથી કેટલાંક મુનિને લગતાં છે, જેમ કે,–“નિયમ વગર વિહાર કરું નહિ”, “ચતુર્માસે પ્રવાસ કરું નહિ”, “પૂર્વ સનેહીઓને ત્યાં આહાર લેવા જાઉં નહિ” વગેરે. કેટલાંક ગૃહસ્થને લગતાં છે; જેમ કે – “કુટુંબકલેશ કરું નહિ”, સ્વાર્થે કેઈની આજીવિકા તેડું નહિ”, વગેરે. કેટલાંક વિધવા કે સધવા સ્ત્રીને લગતાં છે; જેમ કે, – “પતિ પર દાબ રાખું નહિ”, “સુવાસી - સાજ સજુ નહિ”, * સખની અદેખાઈ કર નહિ ” વગેરે. કેટલાંક વચનામાં પતિ તરીકેની, સ્ત્રી તરીકેની, પિતા તરીકેની, રાજ તરીકેની ફરજો બતાવી છે, જેમ કે,–“સ્વસ્ત્રમાં સમભાવથી વર્તો', “બે સ્ત્રી પરણું નહિ”, “પુત્રને સારે રસ્તે ચડાવું", “પુત્રીનું વેવિશાળ યોગ્ય ગુણે કરું ", “ભય વાત્સલ્યથી રાજ્ય ચલાવું” વગેરે. વળી કેટલાંક સ્વચ્છતા કે આરોગ્યને સાચવવાને ઉપદેશ આપતાં વચનો પણ છે, તો કેટલાંક કોધ, અસત્ય, પ્રમાદ વગેરે દૂષણે ત્યાગવાને લગતાં, અને સત્યવાણી, ગુણસ્તવન વગેરે ગુણગ્રહણ દર્શાવતાં વચનો પણ છે. “પહોરનું રાંધેલું ભજન કરું નહિ”, “હિંસા વડે સ્વાર્થ ચાહું નહિ”, “કલેશ કરું નહિ”, ક્રોધી વચન ભાખું નહિ”, “પાપથી જય કરી આનંદ માનું નહિ”, “ધર્મકથા શ્રવણ કરું” વગેરે. આ ઉપરાંત સર્વ સામાન્ય જીવને લાગુ પડતાં કે અન્ય વિષયને સ્પર્શતાં વચન પણ છે. આ બધાં વચનો વિષયવાર વગીકરણ પામેલાં નથી, પરંતુ તે આડાઅવળા કમમાં મુકાયેલાં છે. તેમ છતાં કેટલીક જગ્યાએ એક જ વિષયને લગતાં ચારપાંચ કે તેથી પણ વધુ વચને એકસાથે પણ જોવા મળે છે. આ વચન વિશે બીજુ લક્ષણ એ જેવા મળે છે કે, તે વચને કઈ વ્યક્તિને લગતાં છે તે, શ્રીમદે તે વચનની બાજુમાં કોંસમાં કેટલીક જગ્યાએ આપેલ છે. આ વચને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં ન હોવાને કારણે તેમાં ક્યારેક પુનરુક્તિદોષ પણ જોવા મળે છે. આમ છતાં આ વચનો ટૂંકાં, માર્મિક, શ્રીમદની વિચારપ્રઢતા દર્શાવનારાં છે, તે નીચેનાં થોડાં વચને જોતાં પણ ખ્યાલ આવશે :
મન, વચન અને કાયાના રોગ વડે પપત્ની ત્યાગ”, “સુગંધી દ્રવ્ય વાપરું નહિ”, “લોકનિંદાથી ડરું નહિ”, “રાજભયથી ત્રાસ પામુ નહિ”, “કોઈ દર્શનને નિહું નહિ”, “અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહિ”, “વંધ્યાને માતૃભાવે સંસ્કાર દઉં”, “સમભાવથી મૃત્યુને જોઉં” વગેરે.
જ વચનામૃત ૧૧૦
પુષ્પમાળા”, “વચન સપ્તશતી” વગેરેને અનુસરતાં વચને “વચનામૃત”માં આપવામાં આવ્યાં છે. એમાં શ્રીમદ્દરચિત ૧૨૬ બેલ છે. તેના સોળમા બેલમાં જણાવ્યું છે કે “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે.” આ વચન મહાનીતિનાં વાકયોને નિર્દેશ કરે છે.
આ વચનમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપ્રમાદ, નીતિ, મોક્ષ વગેરે તો વિશે સૂત્રાત્મક શૈલીમાં તથા દિલમાં વસી જાય તેવી સચોટ વાણીમાં ઉપદેશ આપેલો છે.
૧૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૫૫, આંઠ ૨૧. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org