________________
૪. પ્રકીર્ણ રચનાઓ
૨૮૩ વિશેષતા નથી કે તે બધાંના સ્પષ્ટ ભાગ પાડી શકાય. આ બધાં વચને એકસાથે મૂક્યાં હોય તે પણ ચાલે તેમ છે, પરંતુ તે જુદા જુદા સમયે રચાયાં હશે તેથી જુદાં જુદાં મુકાયાં હોય તેમ અનુમાન થઈ શકે. “નિત્યકૃતિઓમાંનું ધ્યાન ધરી જા, સમાધિસ્થ થા.” અને
સહજપ્રકૃતિમાંનું “સંસારમાં રહ્યા છતાં, ને નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી” એ બંને લગભગ સમાનાર્થ સૂચવે છે.
આ બધાં વચનો પ્રશ્નોત્તરીરૂપે કેવા લાગે તે આપણને પ્રશ્નોત્તર” એ શીર્ષક નીચેના બાવીસ ટૂંકા પ્રશ્નો, અને તે પ્રત્યેકની સામેના તેટલા જ ટૂંકા ઉત્તર દ્વારા જાણવા મળે છે. પ્રાચીન પ્રહેલિકા-ઉખાણુની શિલીને મળતા આવે તેવા આ પ્રશ્નોમાં ઘણુંખરાં પ્રશ્નો લગભગ એક જ પ્રકારના છે; જેમ કે – જગતમાં સદા પવિત્ર કણ? યૌવનવંત કોણ ? શૂરવીર કેરું? જાગ્રત કોણ? અંધ કેણ ? બહેરો કોણ? પૂજનિક કોણ? વગેરે. આવા પ્રશ્નોના ઉત્તર તેમણે ધર્મ અને સદાચારની દષ્ટિએ આપ્યા છે. ઉત્તરે ટૂંકા, સચેટ, માર્મિક અને સહેલાઈથી મરણમાં રહી જાય તેવા છે.
આમ વીસ વર્ષની ઉંમર પહેલાં જુદાં જુદાં શીર્ષક નીચે શ્રીમદ્દ રચિત લગભગ હજારથી બારસે જેટલાં નીતિવચને અને સુભાષિતો મળે છે. આ બધાં વચનાની ભાષા સરળ છે, છતાં કથનમાં એટલી જ વિશદતા પણ છે. આચાર, વિચાર, નીતિ, સરળતા, વિવેક, ધર્મ વગેરે વિશે શ્રીમદની વિચારણા ચાલતી હતી, તેમાંથી તેમને જે જે વસ્તુ અન્યને માટે પણ ઉપગી લાગી તે તે તેમણે નાંધી, અને આપણે એને જુદાં જુદાં શીર્ષક નીચે સંગ્રહિત થયેલી જોઈએ છીએ. તેમાંનાં કેટલાંક વચને શિખામણ રૂપે છે, કેટલાંક બોધરૂપે છે, કેટલાંક યાદીરૂપે છે, કેટલાંક વ્યાખ્યારૂપે છે, તો કેટલાંક અંગત ઉદ્દગારરૂપે છે. આમ હોવા છતાં તેની વિશેષતા એ છે કે તે વચને સામાન્ય જીવથી શરૂ કરી આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાવાળા જીવને પણ ઉપકારી થઈ શકે તેવાં છે.
આમ આપણે જોઈએ તો જણાય છે કે, વીસ વર્ષની વય પહેલાં શ્રીમદ્ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો છે. તેમાં કાવ્યો, ગરબીઓ, લેખ, નિબંધ, સંવાદ વગેરે ગદ્ય તેમ જ પદ્ય બંને પ્રકારની રચનાઓ થયેલી છે. પદ્ય-રચનાના મુખ્ય બે પ્રકાર જણાય છે ? ધર્મ અને ધર્મેતર કૃતિઓ. ધમેંતર રચનાઓમાં ત્રણ પ્રકાર છેઃ સ્ત્રીનીતિબોધકની ગરબીઓ, સામાન્ય પદ્યો અને અવધાન સમયે રચાયેલી શીદ્યકૃતિઓ. આ ત્રણેમાં સુધરવા માટેની શિખામણ, તે માટેના ઉપાયો વગેરેનો બોધ પણ જોવા મળે છે. તત્કાલીન ચાલતા સુધારાની છાંટ પણ તેમની કેટલીક રચનાઓમાં જોવા મળે છે. પરંતુ આ બધી રચનાઓમાં તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ નજરે ચડતું નથી. અલબત્ત, આ રચનાઓમાં તેમના વિચારની ઉન્નતતા, તેમની દેશદાઝ, વસ્તુને સૌમ્યતાથી રજૂ કરવાની સરળતા વગેરે ગુણે પ્રકાશિત થાય છે, છતાં તેમાં એવું કંઈક ખૂટતું લાગે છે કે તેમાંથી પંક્તિઓ ગણગણવાની કે મુખે કરી લેવાની ઈચ્છા થતી નથી. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે કે તેમના જમાનામાં ઊભે થયેલો સુધારાને જુવાળ હવે ઠંડો પડી ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org