________________
છે. પ્રકીર્ણ રચનાઓ
૨૨૫ શરણ થવું પડે છે. માણસની આ પરાધીનતાનું ચિત્ર તેમણે જુદાં જુદાં દષ્ટાંતો મૂકી રજૂ કર્યું છે. છ ખંડના ધરતીના ધણી પણ કાળને કેવા વેશ થાય છે, તે જુઓ :–
“છ ખંડના અધિરાજ જે ચંડ કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા, એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને,
જને જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈન. ૬૮ આ ચકવતી જેવી જ દશ રાજનીતિનિપુણોની, તલવાર-બહાદુરાની, કે ખૂબ ખૂબ હીરામાણેક વગેરે પહેરનારની પણ થાય છે, તે કર્તાએ હરિગીત છંદની ૨૮ પંક્તિમાં બતાવ્યું છે. સામાન્ય માણસ મૃત્યુના અધિકારને સમજ્યા વિના વૈભવ પાછળ આંધળી દોટ મૂકે છે અને મૃત્યુ તે એ બધાથી જીવને છૂટે પાડનાર છે તે તેઓ ભૂલી જાય છે. તેથી શ્રીમદે એ મૃત્યુનું સામર્થ્ય બતાવી, નાશવંત વૈભવમાં મેહ કરવા જેવું નથી, તેનું સૂચન કરેલ છે. નાની વયે મૃત્યુ જેવા ગંભીર વિષય પરત્વે પણ તેઓ પરિપકવ વિચારો ધરાવતા હતા તે તેમની ઉચ્ચ મનોદશા બતાવે છે.
“ધમ વિશે -
સતધર્મના પાલન વિનાની સર્વ વસ્તુઓ કઈ પણ કિંમતની નથી, એમ જણાવી ધર્મનું મહત્ત્વ સ્થાપન કરતી શ્રીમની આ રચના ૩૨ પંક્તિ જેટલી દીર્ઘ છે. ૬૯ તેમાં આઠ-આઠ પંક્તિઓના ચાર વિભાગ તેમણે પાડેલા છે.૭૦ પહેલા વિભાગમાં સંસારના સર્વ જાતના વૈભવથી મળતું સુખ સતુધર્મની શ્રદ્ધા ન હોય તે કશી કિમતનું નથી એમ તેમણે જણાવ્યું છે. બીજા વિભાગમાં માણસના દુર્ગુણને નાશ કરવાનું સાધન તથા સાચું સુખ પામવા માટેનું સાધન ધર્મ છે, તેમ જણાવ્યું છે. ધર્મમાં અશ્રદ્ધા રાખનાર માણસ કેટલો હીન દેખાય છે તે તેમણે જુદી જુદી ઉપમાઓને ઉપયોગ કરી ત્રીજા વિભાગમાં બતાવ્યું છે. ચોથા વિભાગમાં પુરુષ, વિદ્વાને, સાધુઓ, કવિઓ વગેરે ધર્મને ઘણું મહત્ત્વ આપે છે, તે જણાવી આત્માને નિર્મળ કરવા, ધર્મને શરણે જવા તેઓ ભલામણ કરતાં લખે છે કે –
કવિએ કલ્યાણકારી કલ્પતરુ કશે જેને.
સુધાને સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; ૬૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮. ૬૯. એજન, પૃ. ૯. ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર ”ની પરમથુત પ્રભાવક મંડળની પાંચમી આવૃત્તિમાં આ રચનાની
૬ કડીઓ આપેલી છે, તેમાંની છેલ્લી બે કડી, અવધાન સમયે રચાયેલી જુદી જ રચના હોય તેમ જણાય છે. જુઓ “ રાજપદ્ય” પૃ. ૨૬, ૧૯. પહેલી ચાર કડી ૧૫મે વર્ષ, અને બીજી બે ૧૮મે વર્ષે રચાયેલી જણાય છે.
ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org