________________
૪. પ્રકીર્ણ રચનાઓ
“વીરસ્મરણ
આ રચનામાં ભૂતકાળના ભવ્ય વીરોનું સ્મરણ કરી, તેવા વીરે આજે દેખાતા નથી, તે બાબત શ્રીમદ્દે ખેદ વ્યક્ત કર્યો છે. સવૈયા છંદની ૨૪ કડીની આ રચનામાં વર્ણસગાઈ, અંત્યાનુપ્રાસ વગેરે શબ્દાલંકાર પક્તિએ પંક્તિએ ર્તાએ જ્યા છે.
અહીં તેમણે મુખ્યત્વે આપણે પ્રાચીન વીર પુરુષોની શૌર્યગાથા આપી છે, અને તેમાં પણ શારીરિક પરાક્રમને– શૌયને પ્રાધાન્ય આપ્યું છે. પ્રાચીન વીરો લડવામાં, તલવાર ચલાવવામાં કેવા પ્રવીણ હતા તેને તેમણે ખ્યાલ આપ્યો છે. સાથે સાથે તેમની યુદ્ધકલાની નિપુણતાને લીધે તેમનાથી પરાજિત થયેલા હુમને અને તેના સ્વજને પર કેવી અસર પડતી હતી તેનું ચિત્ર રજુ કર્યું છે. પહેલી બે-ત્રણ કડીઓમાં જે ભાવ તેમણે વ્યક્ત કર્યો છે, તેનું જ વિવિધ રીતે ઉચ્ચારણ તેમણે પછીની કડીઓમાં કર્યું છે. પણ તેની એકવિધતા ન સાલે તેવી ઓજસ્વી ભાષાનો ઉપયોગ તેમણે કર્યો છે, તે નીચેની પંક્તિઓ જતાં જણાશે –
“હઠનારા નહિ હેબક પામી, બહાદુર બથમાં ભીડે આભ, પાટુના પડઘા સાંભળતાં, છૂટે ગર્ભિણિના ગાભ.”૪૦
અથવા બખતર પહેરી બહાદુર જ્યારે કરતા પ્યારે યુદ્ધકાર;
મઘવાપતિ ત્યાં થરથર ધ્રુજે, ભડવીર એવા ભયકાર.”૪૧ કાવ્યના ઉત્તરાર્ધમાં રામ, લક્ષ્મણ, ભીમ, ભગીરથ, અર્જુન, અભિમન્યુ, ભીષ્મપિતા, પૃથુરાજ વગેરેનાં પરાક્રમે વર્ણવી વિશેષપણે તેમનું સ્મરણ કર્યું છે. આવા પૂર્વજોનાં સંભારણું સામે આજના લોકોની સ્થિતિ જોઈ, પરિસ્થિતિની અસહ્યતા લાગવાથી, તેમના પર થતો પ્રકોપ પણ આ રચનામાં જોવા મળે છે –
મરે બૂડીને નરે બાયલા, ઢાંકણીમાં નાખીને નીર,
આર્ય કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બટ્ટો શીર.”૪૨ આ રચનામાં શ્રીમદે તેમનો ખેદ દર્શાવતી “અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર ” એ પંક્તિને ધ્રુવપંક્તિ બનાવી દીધી છે. માત્ર છેલ્લી ત્રણ કડીમાં તેને ઉપયોગ થયેલ નથી.
આ રચનામાં તેમણે “સબસબતી”, “ખળભળ ખળભળ”, “ધક ધક ધક ધક”, “કટ કટ કટ કટ” વગેરે રવાનુકારી શબ્દોને પણ છૂટથી ઉપયેાગ કર્યો છે, અને તેથી
૪૦. “ સુબોધસંગ્રહ”, પૃ. ૮૦.
૪૧. એજન, પૃ. ૮૨. ૪૨. એજન, પૃ. ૮૩, ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org