________________
२२२
શ્રીમદની જીવનસિદ્ધિ રાત્રિ ખરા બપોર” વિશે તેમણે રચેલી પાદપૂતિ જુઓ –
“કચ્છ નૃપતિ વિવાહ ર, ગઈ તિમિરતા ઘેર,
અજવાળું એવું કર્યું, રાત્રિ ખરા બપોર ૧ આવી જાતની ચમત્કૃતિ તેમણે કરેલી સમસ્યાગૃતિ જેવી કે “વઝયાપુત્ર મારવાને કઈક ચાલ્યો જાય છે કે તે માટે રથ ચંદ્રને હરણિયાં જેડી દીધાં શ્રીહરિ” વગેરેમાં આપણને જોવા મળે છે. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડી દીધાં છે, તે વિશેના સુંદર તર્ક વાણિયા ઉપર ઉતારતાં શાર્દૂલવિક્રીડિતમાં તેમણે રચ્યું છે કે –
અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી, પ્રેમી કાયરતા તણું અધિક છે, શાસ્ત્ર કથા એ ખરી; ભાગી જાય જરૂર તે ભય ભર્યો, રે દેખતાં કેસરી,
તે માટે રથ ચંદ્રને હરણિયાં જોડી દીધાં શ્રીહરિ. ૧૨ આ બધી શીવ્ર ચાયેલી કૃતિઓમાં ચમત્કૃતિ, પ્રાસ, યમકાદિ અલંકાર વગેરે લક્ષણે દ્વારા સારું વૈવિધ્ય આપણને જોવા મળે છે.
ઉપર જોયા તે વિષય ઉપરાંત અવધાન કૃતિઓમાં ધર્મ, મુનિને પ્રણામ, કવિતાને હિંમત, ચાર મદ, દેલત, તૃષ્ણ, મેટાઈ, નિંદક, ત્રણ દરવાજા, તંબૂ, સાગરને ફીણ કેમ વળે છે, તમાકુની ડાબલી, વિદ્યા, શાલ, લવિંગ, પાણી, કલમ, પવનની રીતિ, આગગાડી, દરિયે, કમળ વગેરે વિષયો પરથી રચનાઓ મળે છે, બે–ત્રણ અંતલિપિકા પણ તેમણે રચી છે. જેમાં કોઈમાં પિતાનું નામ, કઈમાં “ચતુરભુજ વંદના કરે” એ વાક્ય, એમ વિવિધ વસ્તુઓ તેમણે ગૂંથી છે. ભાષાની ચમત્કૃતિને આ પ્રકારને એક નમૂને જુઓ –
“ રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ જીવી નામ;
તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ.”૬૩ આમાં તેમણે પોતાનું “રાયચંદ રવજી” નામ ગૂંચ્યું છે, તે જોઈ શકાશે.
આમ આ રચનાઓમાં તેમણે કરેલા જાતજાતના પ્રયોગો જોવા મળે છે. આ બધાં જોડકણના પ્રકારના કરેલા પ્રયોગો તેમણે જે વયે કર્યા હતા તે વયને ખ્યાલમાં લેતાં એ પ્રવેગે એમનામાં રહેલી શક્તિને પરિચય આપે છે. અને એ દષ્ટિએ આ પ્રયોગ નોંધપાત્ર પણ છે. વય વધવાની સાથે તેઓ માત્ર પરમાર્થમાર્ગના જ વિચારક બની જવાથી, ધીરગંભીર બની ગયા હતા. અને તેથી આવા કોઈ પ્રયોગ કરવા પરથી તેમણે પિતાનું લક્ષ્ય ઉઠાવી લીધું હતું.
૬૧. “સુબોધસંગ્રહ”, પૃ. ૪. ૬૨. એજન, પૃ. ૭૮. ૬૩. એજન, પૃ. ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org