________________
૪. પ્રકીર્ણ રચનાઓ .
૨૧૫ સગાંસંબંધીના ઝઘડાઓ દરેક કુટુંબમાં પેસી ગયા છે, તે વર્ણવી તેથી આવતી દુર્ભાગ્યતા પણ બતાવી છે. આર્યપ્રજાનાં લગનની બાબતમાં અનિષ્ટ વિશે પણ તેમણે ઠીક ઠીકે ચિતાર આપે છે. કોઈ અનેક સ્ત્રીઓ પરણે છે, તે કઈકને કુંવારા મરવું પડે છે, એવી અસમાનતા છે. માનસિક, શારીરિક, ઉંમરનાં વગેરે પ્રકારનાં કજોડાં થવાને લીધે પણ પ્રજાને કેટલું સહેવું પડે છે તેને ખ્યાલ પણ તેમણે આપ્યો છે. આમ કૌટુંબિક કલહે અને અણબનાવ, બાળલગ્ન, કજોડાં, સ્વાર્થોધતા, મિથ્યાભિમાન, છળપ્રપંચ વગેરે દૂષણે દ્વારા વ્યક્ત થતું આર્ય પ્રજાનું સામાજિક અને નૈતિક અધઃપતન તેમણે વર્ણવ્યું છે –
સગા સહોદર સાથ, વળી પાડોશી સંગે, જમીન જર ને માટ, ચડે કેરટ રણજશે; ચડે જેહ દરબાર, ખુએ ઘરબાર ખરા તે,
કહેવત સાચી પડે, તોયે સમજે ન જરા તે.”૩૪ સમાજમાં આજે જે બદી પ્રવર્તે છે તે બાબતમાં પૂર્વે કઈ પરિસ્થિતિ હતી તે જણાવવા તેમણે લાવણની બાર કડીઓ રચી છે. તે સમયે રાજા તથા પ્રજા બંને ન્યાયી અને સત્યને માર્ગે ચાલનારાં હતાં. તેઓમાં અનીતિ, છળકપટ, દગ, ચેરી, લૂંટ, સ્વાર્થી થતા વગેરે દૂષણ નહતાં. તેમનાં ગુણલક્ષણો વર્ણવતાં શ્રીમદ્દ લખે છે –
સત્ય પ્રમાણિકતા પરમારથ, ઈશ્વર-ડર અંતર ધરતા;
સલાહ સંપ સંતોષ મૈત્રીમય, આર્યખંડમાં આય હતા.૩૫ પ્રાચીન આર્યોની વેદકાળથી શરૂ કરીને નજીકના ભૂતકાળ સુધીની પરિસ્થિતિ વણવતી વખતે તેમણે રાજા, પ્રજા, ઋષિ, ધર્મશાસ્ત્રી, ન્યાયાધીશ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરેનાં વિશિષ્ટ લક્ષણો પણ દર્શાવ્યાં છે. આ આર્યોની સંપૂર્ણ સંતોષજનક સ્થિતિના પડછામાં વર્તમાન સમયની સ્થિતિ જોઈ પોતાને થતે અસંતોષ વ્યક્ત કરતાં તેઓ લખે છે કે –
એ જ ભૂમિ ને એ જ આર્ય પણુ, હાલહવાલ દીસે આજે;
આભા જમીન સમ અંતર આજે, જોઈ અંતર મારુ દાઝે.”૩૬ આ અસંતોષના ધૂંધવાટમાં જ કાવ્યને અંતે કવિ પ્રશ્ન કરે છે કે –
“અરે હાય એ ક્યાં વાલ્મિક, મનુ, વશિષ્ઠ, વ્યાસ મુનિ કયાં છે ? પરશુરામ ને દ્રોણ પતંજલ, વીર જ્ઞાનીઓ તે ક્યાં છે ? રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર યુધિષ્ઠિર, જનક દ્રપદ રાજા ક્યાં છે?
અરે, હાય એ ઉદ્યમ, શૂર, ધન, સત્ય ઉદેશ ગયા ક્યાં છે?”૩૭ ૩૪. “સુબોધસંગ્રહ”, પૃ. ૮૮. ૩૫. એજન, પૃ. ૯૨. ૩૬. એજન, પૃ. ૯૪. ૩૭, એજન, પૃ. ૯૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org