________________
શ્રીમદના જીવનસિદ્ધિ
બળે દહાડે ધાડ 35૩૨
આ રચનામાં આગળનાં પદ્યમાં દર્શાવેલા સુધારા ન કરે, તથા બીજા પણ કેટલાંક દૂષણ ચલાવી લે તે પ્રજાની કેવી સ્થિતિ થાય તેનું ચિત્ર કવિએ આપ્યું છે. તે દૂષણથી સર્જાતી પરિસ્થિતિ “ધોળે દહાડે ધાડ” સમાન છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. કલેશ, વિધવાનાં દુખે, કજોડાં વગેરે દૂષણું નીકળે નહિ તો તે સર્વ, ધાડ પડે ત્યારે જેવું દુખ થાય તેવું દુખ આપનાર નીવડશે તેવી ચેતવણું અહીં અપાઈ છે. એ દૂષણોથી વ્યથિત થઈને તેમણે પોતાને પુણ્યપ્રકેપ ઠાલવતાં લખ્યું કે –
સળગાવી દો આ સમય, વળી તેમની વાડ;
અધિક નહિ તે નિરખશો, પેળે દહાડે ધાડ”૩ ૨ ખૂબ અકળામણુસાં કયારેક જ, આ નર્મદ જે જુસ્સો બતાવતી પંક્તિઓ શ્રીમનાં સુધારાનાં પદ્યમાં જોવા મળે છે. બાકી સામાન્ય રીતે તે પદ્યમાં અમુક વિચારનું પુનરાવર્તન થતું આપણને દેખાય છે. દલપતરામની રીતિ અનુસાર તેમણે સુધારાની વાત સૌમ્યતાથી રજૂ કરી છે.
તેમના સમયના લોકોની સ્થિતિનું તેમણે જોયેલું ચિત્ર આપણને “આર્ય પ્રજાની પડતી”, “આ ભૂમિના પુત્ર” અને “વીરસ્મરણ” – એ ત્રણ રચનાઓમાં જોવા મળે છે. તે ત્રણે એકબીજા સાથે સામ્ય ધરાવતી તથા સુદીર્ઘ રચનાઓ છે.
આયપ્રજાની પડતી ૩૩
શ્રીમદની આ રચનામાં આપણી આર્ય પ્રજાના નૈતિક અધઃપતનને ચિતાર તથા પ્રાચીન પૂર્વજોના ગૌરવનું ગાન ૧૭૦ જેટલી પંક્તિઓમાં કરવામાં આવ્યું છે. પ્રમાણમાં કંઈક દીર્ઘ લાગતી આ રચનાના બે સ્પષ્ટ વિભાગ પડી જતા દેખાય છે.
પહેલા વિભાગમાં રોળાવૃત્તની ૩૦ કડીઓને સમાવેશ થાય છે. તેમાં તેમણે આર્યપ્રજાની વર્તમાન સમયની પરિસ્થિતિ કેવી દુઃખદ છે તેનું ઘેરું ચિત્ર આપ્યું છે, અને બીજા વિભાગમાં લાવણીની બાર કડીઓમાં પ્રાચીન આર્યોની – વેદકાળથી શરૂ કરી નજીકના ભૂતકાળ સુધીના આર્યોની –સુખસમૃદ્ધિ અને ઉચ્ચતાનું ઉજ્વળ આલેખન કર્યું છે. આમ સ્વાભાવિક રીતે જુદા પડી જતા બંને વિભાગ સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકે તેવા છે.
રોળાવૃત્તમાં લખાયેલી પંક્તિઓમાં યુરોપીય પ્રજાના આગમન પછી આર્ય પ્રજામાં બેકારી, દુરાચાર, નાસ્તિકતા, કુસંપ, વ્યસન, કાયરતા વગેરે લક્ષણ પ્રચાર પામ્યાં તેનું આલેખન મહત્વનો ભાગ રોકે છે. સાસુવહુ, નણંદભેજાઈ, પિતાપુત્ર, ભાઈભાઈ તથા
૩૨. “સુબોધસંગ્રહ”, પૃ. ૭૬. ૩૩. એજન, પૃ. ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org